Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 403
________________ ૮OO સત્તર પ્રકારના મરણ વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. એ પ્રમાણે નરક વગેરે ચાર પ્રકારની ગતિની અપેક્ષાએ તે સંબંધી ક્ષેત્ર પણ ચાર પ્રકારનું છે. તેથી ક્ષેત્રની પ્રધાનતાની અપેક્ષાએ ક્ષેત્રાવચિમરણ પણ ચાર પ્રકારનું જ છે. કાળ એટલે અહીં યથાયુષ્કકાળ લેવાય છે, અદ્ધાકાળ નહીં, કેમકે દેવ વગેરેમાં અદ્ધાકાળ નથી. તે કાળ દેવાયુષ્કકાળ વગેરે ભેદથી ચાર પ્રકારનો છે. તેથી તેની પ્રધાનતાની અપેક્ષાએ કાલાવચિમરણ પણ ચાર પ્રકારનું છે. એ પ્રમાણે નરક વગેરે ચાર પ્રકારના ભવની અપેક્ષાએ ભવાવી ચિમરણ પણ ચાર પ્રકારનું જ છે. તે નારક વગેરેનાં જ ચાર પ્રકારના આયુષ્યના ક્ષય રૂપ ભાવની પ્રધાનતાની અપેક્ષાએ ભાવાવી ચિમરણ પણ ચાર પ્રકારનું જ કહેવું. (૧૫) હવે અવધિમરણને કહે છે – જેમ આવીચિમરણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ ભેદથી પાંચ પ્રકારનું છે તેમ અવધિમરણ પણ પાંચ પ્રકારનું છે. તેનું સ્વરૂપ કહે છે - આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને હમણા મરે ફરી તેમને અનુભવીને મરે તે અવધિમરણ. અવધિ એટલે મર્યાદા. તેથી નારક વગેરેના ભવમાં કારણભૂત આયુષ્યકર્મના જે દલિતોને અનુભવીને મરે છે જો ફરી તે જ દલિકોને અનુભવીને મરે તો ત્યારે તે દ્રવ્યાવધિમરણ. પરિણામની વિચિત્રતાને લીધે ગ્રહણ કરીને છોડેલા કર્મચલિકોનું ફરીથી ગ્રહણ સંભવે છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ જાણવું. પાછળના અડધા શ્લોકથી આત્યંતિકમરણને કહે છે અવધિમરણની જેમ આત્યંતિકમરણ પણ દ્રવ્ય વગેરેના ભેદથી પાંચ પ્રકારનું છે. ફરક આટલો છે – આયુષ્યકર્મના જે દલિકોને હમણા અનુભવીને મરે તેમને અનુભવીને ફરી ન મરે તે આત્યંતિકમરણ. નરક વગેરેના આયુષ્યના જે કર્મદલિકોને અનુભવીને મરે કે મર્યો હોય ફરી તેમને અનુભવીને ન મરે તે દ્રવ્યાત્યંતિકમરણ. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ કહેવું. દ્રવ્ય વગેરે પાંચ નારક વગેરે ગતિના ભેદથી ચાર પ્રકારના હોવાથી આવી ચિમરણ, અવધિમરણ અને આત્યંતિકમરણ દરેકના વીસ ભેદ છે. (૨૧૬). હવે વલમ્મરણ કહે છે – સંયમના યોગોમાં મેદવાળા જીવો એટલે અતિદુષ્કર એવા તપ અને ચારિત્રને આચરવા અસમર્થ અને વ્રત (ચારિત્ર)ને છોડી નહીં શકતા “કોઈક રીતે અમારી આ ચારિત્રથી મુક્તિ થઈ જાય” એમ વિચારનારા જીવો જે મરણને મરે છે તે વલમ્મરણ છે. આ મરણ જેમના વ્રતના પરિણામ ભાંગી ગયા છે એવા સાધુઓને જ હોય છે, કેમકે બીજાઓની પાસે સંયમના યોગો જ ન હોવાથી તેમનો ખેદ ક્યાંથી હોય? અને ખેદ ન હોય તો તે વલન્મરણ પણ ક્યાંથી હોય? પાછળની અડધી ગાથાથી વશર્તમરણ કહે છે - આંખ વગેરે

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410