Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 404
________________ સત્તર પ્રકારના મરણ ૮૦૧ ઇન્દ્રિયોના સારા રૂપ વગેરે વિષયોને વશ થઈને સ્નેહવાળી દીપજ્યોત જોઈને આકુળ થયેલા પતંગીયાની જેમ જે મરણને મરે તે વશાર્તમરણ. કોઈક રીતે દ્રવ્ય અને પર્યાયનો અભેદ હોવાથી આ પ્રમાણે કહેવાય છે. એ પ્રમાણે પૂર્વે પણ જાણવું. તુ શબ્દ અધ્યવસાયોના ભેદથી વશાર્તમરણની વિચિત્રતા બતાવવા માટે છે. (૨૧૭) અંતઃશલ્મમરણને કહે છે – અનુચિત કાર્ય કરવાને ઢાંકવા રૂપ લજ્જાથી, સાતાગૌરવ-ઋદ્ધિગૌરવ-રસગૌરવરૂપ ગૌરવથી એટલે કે આલોચના યોગ્ય આચાર્ય પાસે જતા, તેમને વંદન વગેરે કરવાથી અને તેમણે કહેલા તપને કરવાથી મારે ઋદ્ધિ, રસ અને સાતાનો અભાવ ન થાય - એવા ભાવથી, “હું બહુશ્રુત છું. તેથી અલ્પશ્રુતવાળા આ શી રીતે મારા શલ્યનો ઉદ્ધાર કરશે? શી રીતે હું એમને વંદન વગેરે કરું. આ મારી હીલના છે.' - આવા બહુશ્રુતપણાના અભિમાનથી જે ભારેકર્મી જીવો આલોચના આપવા યોગ્ય આચાર્યની પાસે પોતાના દુષ્ટ આચરણની આલોચના નથી કરતા તેઓ આરાધક નથી જ થતા. ઉપ શબ્દ પાદપૂરણ માટે છે. જેઓ સમ્યગ્દર્શન વગેરેને સંપૂર્ણપણે બનાવે છે તેઓ આરાધકો છે. કલુષિતપણાનું કારણ હોવાથી કાદવ જેવા ગૌરવમાં ડૂબેલા એટલે કે વશ થયેલા જે જીવો આચાર્ય વગેરેને દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી અપરાધ નથી કહેતા તેમનું સશલ્યમરણ એટલે અંતઃશલ્યમરણ થાય છે. અન્યકાળે પણ અવશ્ય અનિષ્ટ ફળ આપનારું હોવાથી શલ્ય જેવું શલ્ય (આલોચના નહીં કરાયેલ અપરાધ). તેના સહિતનું મરણ તે સશલ્યમરણ. પૂર્વે લજ્જા અને મદને લેવા છતાં અહીં ગૌરવને લીધો તે ગૌરવ જ અતિદુષ્ટ છે એવું જણાવવા માટે. દર્શન સંબંધી અપરાધ એટલે શંકા વગેરે. જ્ઞાન સંબંધી અપરાધ એટલે કાળને ઓળંગવું વગેરે. ચારિત્રસંબંધી અપરાધ એટલે સમિતિનું પાલન ન કરવું વગેરે. (૨૧૮, ૨૧૯) આ સશલ્યમરણ ખૂબ જ ત્યજવા યોગ્ય છે એવું બતાવતા એનું ફળ કહે છે - જે રીતે સશલ્યુમરણ થાય તે રીતે અથવા સશલ્યમરણવડે મરીને જીવો જેમાં મોટો ભય છે એવા, જેનો દુઃખેથી અંત આવે એવા, દીર્થ એટલે અનાદિ અને કેટલાક માટે અનંત એવા, અતિગહન હોવાથી જંગલ જેવા સંસારમાં ઘણા કાળ સુધી ભમે છે. તેથી તે બધી રીતે ત્યજવા યોગ્ય છે એવો કહેવાનો ભાવ છે. (૨૨૦) તદ્ભવમરણને કહે છે – દેવકુરુ-ઉત્તરકુરુ વગેરેમાં ઉત્પન્ન થયેલા અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો, ચારે નિકાયના દેવો અને નારકોને છોડીને બાકીના કર્મભૂમિના મનુષ્યો અને તિર્યચોરૂપ કેટલાક જીવોને તદ્દભવમરણ હોય છે. અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો તે ભવ પછી દેવામાં

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410