Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 405
________________ ૮૦૨ સત્તર પ્રકારના મરણ ઉત્પન્ન થાય છે. દેવો અને નારકો તે ભવ પછી તિર્યંચો અને મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. કર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો જ ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. જીવ જે ભવમાં હોય તે ભવને યોગ્ય આયુષ્યને જ ફરી બાંધીને ફરી તેના ક્ષયથી મરનારાને તદ્ભવમરણ હોય છે. કર્મભૂમિના મનુષ્યો-તિર્યંચો પણ જો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય તો જ તેમને તદ્ભવમરણ હોય, જો તેઓ અસંખ્યવર્ષના આયુષ્યવાળા હોય તો તેઓ યુગલિક હોવાથી અકર્મભૂમિના મનુષ્યો-તિર્યંચોની જેમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કર્મભૂમિના સંખ્યાતાવર્ષના આયુષ્યવાળા બધા ય મનુષ્યો-તિર્યંચો તદ્ભવમરણથી મરતા નથી પણ જેમણે તે ભવમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્યકર્મ બાંધ્યું હોય તેવા કેટલાક મનુષ્યો-તિર્યંચો તદ્ભવમરણથી મરે છે. (૨૨૧) અહીં અન્ય પ્રતોમાં ‘મોઘૂળ ઓમિરબં’ વગેરે ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ બરાબર સમજાતો નથી અને ચૂર્ણિકારે પણ એની વ્યાખ્યા કરી નથી એટલે એની ઉપેક્ષા કરાય છે. હવે બાલમરણ, પંડિતમરણ અને મિશ્રમરણનું સ્વરૂપ કહે છે – 6 વિરત એટલે હિંસા, જૂઠ વગેરેથી અટકવું. જેમની પાસે તે નથી તે અવિરત. મૃત્યુ સમયે પણ દેશવિરતિને નહીં સ્વીકારનારા, મિથ્યાર્દષ્ટિ કે સમ્યગ્દષ્ટિ એવા તે અવિરતોનું મરણ તે અવિરતમરણ. તીર્થંકરો, ગણધરો વગેરે તેને બાલમરણ કહે છે. તથા જેમણે સર્વસાવદ્યની નિવૃત્તિને સ્વીકારી છે એવા વિચતોના મરણને તીર્થંકરો, ગણધરો વગેરે પંડિતમરણ કહે છે. સર્વવિષયની અપેક્ષાએ સ્થૂલ જીવોની હિંસા વગેરે રૂપ દેશથી અટકેલા તે દેશવિરતો. તેમને બાલપંડિતમરણ એટલે કે મિશ્રમરણ હોય છે એમ જાણ. (૨૨૨) આમ ચારિત્રદ્વાર વડે બાલ વગેરે ત્રણ મરણોને કહીને જ્ઞાનદ્વાર વડે છદ્મસ્થ અને કેવલીમરણ કહેવા માટે કહે છે - મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મતિજ્ઞાની એવા જે સાધુઓ મરે છે તે છદ્મસ્થમરણ છે. છદ્મ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્યો. તેમાં રહેલા હોય તે છદ્મસ્થ. તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલા મનઃપર્યાયજ્ઞાન લીધુ તે વિશુદ્ધિની પ્રધાનતાને આશ્રયીને અથવા તે ચારિત્રધરને જ થતું હોવાથી સ્વામીની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. એમ અવધિજ્ઞાન વગેરેમાં પણ યથાયોગ્ય રીતે પોતાની બુદ્ધિથી જ હેતુ કહેવો. જેઓ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બધા કર્મપુદ્ગલોનો નાશ થવાથી મરે છે તે કેવલીઓને કેવલીમરણ જાણવું. બન્ને સ્થાને અભેદનો નિર્દેશ પૂર્વની જેમ જાણવો. (૨૨૩) હવે વૈહાયસમરણ અને ગૃધ્રપૃષ્ઠમરણને કહેવા માટે કહે છે –

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410