________________
૮O૪
સત્તર પ્રકારના મરણ ઝાડ. ૩૫ શબ્દ ૩૫૫ શબ્દની જેમ સમાનતા અર્થમાં પણ દેખાય છે. તેથી જે સમાનતાથી પાદપ (ઝાડ)ને પામે છે તે પાદપોપગમન. કહેવાનો ભાવ આવો છે – જેમ ક્યાંક કોઈક રીતે પડેલું ઝાડ ઊંચી-નીચી ભૂમિનો વિચાર કર્યા વિના નિચ્ચલ જ રહે છે તેમ પાદપોપગમન અનશન સ્વીકારેલ મહાત્મા પણ ઊંચા-નીચા પ્રદેશ પર જે રીતે જે અંગ કે ઉપાંચ પહેલાથી પડ્યા હોય તેમને ત્યાંથી ચલાવે નહીં. પ્રકીર્ણકકારે કહ્યું છે, “
નિશ્ચલ અને પ્રતિકર્મ વિનાના મહાત્મા જ્યાં જે રીતે જે અંગ પડ્યું હોય ત્યાં તે રીતે તે અંગને રાખે એ પાદપોપગમન અનશન. તે નિહરી (મૃતકને બહાર લઈ જઈ સંસ્કાર કરી શકાય તે) અને અનિહરી (મૃતકને બહાર લઈ જઈ સંસ્કાર ન થઈ શકે તે) એમ બે પ્રકારનું છે. (૧) જેમ ઝાડ ઊંચું કે નીચું પડે તેમ છે ઊંચો કે નીચો પડે તે પાદપોપગમન કહ્યું છે, ફરક એટલો કે જેમ બીજાના પ્રયોગથી ફળ અને ઝાડ કંપે તેમ બીજાના પ્રયોગથી તે ચાલે. (૨) વ સમુચ્ચય માટે છે. અહીં આવા અનશનથી યુક્ત મરણો પણ એ પ્રમાણે કહ્યા છે. માટે જ કહે છે કે ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન એ ત્રણ મરણો છે. એમનું સ્વરૂપ, જે રીતે એ કરવાના છે, એમાં જે પરિકર્મથી યુક્ત છે અને જે પરિકર્મથી રહિત છે વગેરે સૂત્રકાર જ આગળ તપોમાર્ગ નામના ત્રીસમા અધ્યયનમાં કહેશે એટલે નિર્યુક્તિકારે કહ્યું નથી. કારનો નિર્દેશ કર્યો હોવાથી અવશ્ય કંઈક કહેવું જોઈએ એમ વિચારીને કહે છે - આ ત્રણ મરણો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ છે અને સંયમ પ્રત્યે ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ, શરીરના સામર્થ્યનું કારણ એવું વજઋષભનારાચ વગેરે સંઘયણ, સપરિકર્મપણું - અપરિકર્મપણું વગેરે વિશેષોથી વિશિષ્ટ છે. ગાથામાં “fધફસંયોગ' એ પ્રમાણે એકવચનથી નિર્દેશ કર્યો છે તે પ્રાકૃતપણાને લીધે અથવા સમાહારને આશ્રયીને કર્યો છે. કહેવાનો ભાવ આવો છે – જો કે ધીરે પણ મરવાનું છે અને કાયરે પણ અવશ્ય કરવાનું છે, તેથી જ્યારે અવશ્ય કરવાનું હોય ત્યારે ધીરપણામાં મરવું સારું. (૧) સંસારની રંગભૂમિમાં જેણે ધૃતિ અને બળથી કક્ષાને સજ્જ કરીને બાંધી છે એવો હું મોહમલ્લને હણીને આરાધનારૂપી પતાકાને હરી લઉં (જીતી લઉં) (૨) છેલ્લા તીર્થકરે જે પ્રમાણે પાછલા કાળમાં ઉદાર, પાછળથી અવશ્ય પથ્થરૂપ એવું અભ્યદ્યતમરણ (અનશન) કહ્યું છે તે પ્રમાણે હું સ્વીકારું છું. (૩)' - આવા શુભ આશયવાળો જ ત્રણે ય મરણોને સ્વીકારે છે અને ત્રણે ય નું વૈમાનિકદેવપણારૂપ અને મુક્તિરૂપ ફળ પણ સમાન જ છે, કહ્યું છે કે, આ પચ્ચકખાણને સારી રીતે પાળીને સાધુ વૈમાનિક દેવ થાય અથવા મોક્ષે જાય. (૧),' છતાં પણ વિશિષ્ટ, વધુ વિશિષ્ટ અને એકદમ વિશિષ્ટ ધૃતિવાળાઓને જ ક્રમશઃ એ ત્રણ મરણોની પ્રાપ્તિ થાય છે એટલે જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટ એવા તેમના ભેદ કહેવાય છે. તે આ પ્રમાણે - ભક્તપરિણામરણ સાધ્વી વગેરેને પણ