Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 401
________________ ૭૯૮ કાઉસ્સગના ઓગણીસ દોષો (૯) સ્તનદોષ - મચ્છર વગેરેથી બચવા માટે કપડાથી સ્તનને ઢાંકે છે. (૧૦) ઉદ્ધિ દોષ - બાહ્ય ઉદ્ધિ - પગની પાની ભેગી કરે અને આગળ પગ પસારે તે. અત્યંતર ઉદ્ધિ – અંગુઠા ભેગા રાખે અને પગની પાની પસારે તે. (૧૧) સંયતી દોષ - સાધ્વીની જેમ બધું શરીર ઢાંકીને કાઉસ્સગ્ન કરે તે. (૧૨) ખલીણ દોષ - લગામની જેમ ઓઘો આગળ રાખે છે. (૧૩) વાયસ દોષ - ચંચળ મનવાળા કાગડાની જેમ દિશા-વિદિશામાં આંખ ફેરવે તે. (૧૪) કપિત્થ દોષ - જૂના ભયથી કોઠાના ફળની જેમ કપડાને સંકોચીને બે પગની વચ્ચે ભરાવીને કાઉસ્સગ્ન કરે તે. (૧૫) શીર્ષકંપદોષ - યક્ષથી ગ્રહણ કરાયેલાની જેમ માથુ હલાવે તે. (૧૬) મૂક દોષ - આડ પાડવા વગેરેમાં મૂંગાની જેમ ‘હુ હુ અવાજ કરે તે. (૧૭) અંગુલિભમરદોષ- આલાવા ગણવા માટે અને યોગોને સાચવવા માટે આંગળી અને ભ્રમર હલાવે તે. (૧૮) વાણી દોષ - દારૂની જેમ બુડબુડ અવાજ કરે તે. (૧૯) વાનર દોષ - વાંદરાની જેમ હોઠ હલાવે તે. આ ઓગણીસ દોષો કાઉસ્સગ્નમાં વર્જવા.” અહીં સાધ્વીઓને બંધુત્તરદોષ, સ્તનદોષ અને સંયતીદોષ - આ ત્રણ દોષો હોતા નથી. શ્રાવિકાઓને લંબત્તરદોષ, સ્તનદોષ, સંયતીદોષ અને વધૂદોષ - આ ચાર દોષો હોતા નથી. ખલિણદોષ અને કપિત્થદોષ - આ બે દોષો અગીતાર્થ નૂતનદીક્ષિતોને સંભવે છે, ક્યારેક ગૃહસ્થોને પણ એકત્વભાવમાં આ બે દોષો હોય છે. (૪૫, ૪૬) ગુરુ કાઉસ્સગ્નના ઓગણીસ દોષોને વર્જે છે. મરણ એટલે આયુષ્યનો ક્ષય. તેની વિધિ એટલે વિભાગ તે મરણવિધિ. તે સત્તર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આવી ચિમરણ, ૨ અવધિમરણ, ૩ આત્યન્તિકમરણ, ૪ વલન્મરણ, ૫ વશાર્તમરણ, ૬ અન્તઃશલ્યમરણ, ૭ તદ્ભવમરણ, ૮ બાળમરણ, ૯

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410