Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 385
________________ ૭૮૨ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય નહીં અને કરનારની અનુમોદના ન કરે. અઢાર પ્રકારના અબ્રહ્મનું સ્વરૂપ આવશ્યકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – ત્યાં અઢાર પ્રકારના અબ્રહ્મને સમજાવવા માટે સંગ્રહણિકાર કહે છે – અહીં મૂળથી અબ્રહ્મ બે પ્રકારે છે – ઔદારિક એટલે તિર્યંચો અને મનુષ્યોનું, દિવ્ય એટલે ભવનપતિ વગેરે દેવોનું. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનું કરણ છે. અનુમોદવું, કરાવવું અને કરવું એ ત્રણ પ્રકારના યોગ વડે. પચ્ચાનુપૂર્વીથી ઉલ્લેખ કર્યો છે. આમ અબ્રહ્મ અઢાર પ્રકારનું છે.” અઢાર પ્રકારના બ્રહ્મચર્યનું સ્વરૂપ પૂર્વે પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ આ અઢાર પ્રકારના સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આમ છત્રીસ ગુણોથી યુક્ત એવા ગુરુ અંદરના યુદ્ધમાં વિજય પામે. (૨૩) આમ બાવીસમી છત્રીસી પૂર્ણ થઈ. ता जीव ! संपयं चिय, जिणधम्मे उज्जमं तुमं कुणसु । मा चिन्तामणिसमं, मणुयत्तं निष्फलं णेसु॥ તેથી હે જીવ! હમણાં જ જિનધર્મમાં તું ઉદ્યમ કર, ચિંતામણિ જેવો મનુષ્યભવ તું નિષ્ફળ ન ગુમાવ. पंचेहिं इंदिएहि, मणवयकाएहिं दुट्ठजोगेहिं । बहुसो दारुणरूवं, दुःखं पत्तं तए जीव ! ॥ હે જીવ ! પાંચ ઇન્દ્રિયો વડે અને મન-વચન-કાયાના દુષ્ટ યોગો વડે તું ઘણીવાર ભયંકર દુઃખ પામ્યો. अथिरं पि थिरं वंकं, पि उजुअं दुल्हं पि तह सुलहं । दुस्सज्झं पि सुसज्झं, तवेण संपज्जए कज्जं ॥ તપથી અસ્થિર પણ સ્થિર થાય છે, વાંકો પણ સરળ થાય છે, દુર્લભ પણ સુલભ થાય છે, દુઃસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410