________________
બાવીસમી છત્રીસી
હવે બાવીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - અઢાર શીલાંગ સહસ્રોને (અઢાર હજાર શીલાંગોને) ધારણ કરતા અને બ્રહ્મચર્યના ભેદ-પ્રભેદથી યુક્ત એવા અઢાર પ્રકારોને ધારણ કરતા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૩)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શીલ એટલે ચારિત્ર. તેના અંગો એટલે અવયવો તે શીલાંગો. હજાર શીલાંગો તે શીલાંગસહસ્ર. તે અઢાર છે એટલે શીલાંગો અઢાર હજાર છે. ત્રણ યોગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇન્દ્રિયો, પૃથ્વીકાય વગેરે દસ અને દસ પ્રકારના ધર્મને પરસ્પર ગુણવાથી અઢાર હજાર શીલાંગો બને છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં કહ્યું છે –
શીલ એટલે ભાવસમાધિ. તેના અંગો એટલે ભેદો કે કારણો તે શીલાંગો. જિનેશ્વર ભગવંતોએ અઢાર હજાર શીલાંગો કહ્યા છે. તેમના રક્ષણ માટે અપરાધપદોને વર્જવા. (૧૭૬) હવે અઢાર હજાર શીલાંગોને સમજાવવા ઉપાયરૂપ આ ગાથા કહે છે - યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, ભૂમિ વગેરે અને શ્રમણધર્મ - આમ અઢાર હજાર શીલાંગો બને છે. (૧૭૭)'
અઢાર હજાર શીલાંગોનું સ્વરૂપ પૂર્વે પહેલી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યું છે. તેથી તે ત્યાંથી જાણી લેવું. અહીં તેની માટે વધુ પ્રયત્ન કરતો નથી, સ્થાન ખાલી ન રહે એટલા માટે થોડું તો કહ્યું છે.
ગુરુ આ અઢાર હજાર શીલાંગોને ધારણ કરે છે.
બ્રહ્મચર્ય એટલે મૈથુનથી અટકવું. બ્રહ્મચર્યના પ્રતિપક્ષરૂપ અબ્રહ્મ (મૈથુન) અઢાર પ્રકારનું હોવાથી બ્રહ્મચર્ય પણ અઢાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – દેવ સંબંધી કામોને અને ઔદારિક શરીર સંબંધી કામોને મનથી, વચનથી અને કાયાથી કરે નહીં, કરાવે