________________
૭૭૮
અઢાર પાપસ્થાનકો
સુખોનું વિરોધી છે. (૬૧૫૫) ત્રણ લોકમાં પૂજ્ય એવા અરિહંતો અહીં અત્યંત લોભ અને માયા રૂપ, રાગમાત્રરૂપ આત્માના પરિણામને પ્રેમ કહે છે. (૬૦૬૬) અહીં અત્યંત ક્રોધ અને માન રૂપ આત્માના અશુભ પરિણામને દ્વેષ કહેવાય છે, કેમકે તેનાથી પોતે અને બીજા દૂષિત થાય છે. (૬૧૧૧) અહીં જે બીજાને ઉદ્દેશીને પ્રાયઃ પ્રત્યક્ષમાં ખોટા દોષોનું આરોપણ કરવું તેને અભ્યાખ્યાન કહે છે. (૬૨૪૩) અરિત અને રિત એ બન્ને વડે એક જ પાપસ્થાનક કહે છે. વિષયોના ઉપચારને વશ અતિ પણ રતિ થાય છે અને રતિ પણ અરિત થાય છે. (૬૨૭૦) અહીં જે છૂપી રીતે બીજાના સાચા-ખોટા દોષોને પ્રગટ કરવા સ્વરૂપ ચાડી ખાવાનું કાર્ય તે લોકમાં પૈશૂન્ય કહેવાય છે. (૬૩૨૭) અહીં જે લોકોની સમક્ષ જ બીજાના દોષોની નિંદા કરવી તે પરપરિવાદ કહેવાય છે. તે ઇર્ષ્યા અને સ્વોત્કર્ષ વડે થાય છે. (૬૩૭૭) અહીં માયા એટલે કુટિલતાથી યુક્ત મૃષા એટલે ખોટું વચન તે અત્યંત ક્લિષ્ટતાથી ઉત્પન્ન થયેલ માયામૃષા કહેવાય છે. (૯૪૩૮) અહીં બે ચન્દ્રના દર્શનની જેમ જે મિથ્યા એટલે વિપરીત દર્શન તે વિપરીત દૃષ્ટિરૂપ મિથ્યાદર્શન છે. (૬૪૭૩)'
ગુરુ આ અઢાર પાપસ્થાનકોને સર્વથા વર્જે છે.
આમ છત્રીસ ગુણોથી શોભતા ગુરુરાજ વિજય પામો. (૨૨)
આમ એકવીસમી છત્રીસી સમાપ્ત થઈ. (૨૨)
+
+
जह संझाए सउणाणं, संगमो जह पहे य पहियाणं । सयणाणं संजोगो तहेव खणभंगुरो जीव ! ॥
હે જીવ ! જેમ સંધ્યાસમયે પક્ષીઓનો સંગમ થાય છે, જેમ માર્ગમાં મુસાફરોનો સંગમ થાય છે તેમ સ્વજનોનો સંયોગ ક્ષણભંગુર છે એટલે કે નાશ પામનારો છે, લાંબુ ટકનારો નથી.
जह गेहम्मि पलित्ते, कूवं खणिउं न सक्कड़ को वि ।
तह संपत्ते मरणे, धम्मो कह कीरए जीव ? ॥
જેમ કોઈ માણસ ઘર બળી જવા ૫૨ કૂવાને ખોદી શકતો નથી તેમ હે જીવ ! મરણ આવવા ૫૨ તારા વડે ધર્મ શી રીતે કરાશે ?