________________
એકવીસમી છત્રીસી,
હવે એકવીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષોને અને અઢાર પાપસ્થાનકોને દૂરથી વર્જનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૨)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પુરુષની દીક્ષા માટેની અયોગ્યતા તે પુરુષના દીક્ષા માટેના દોષો છે. તે અઢાર છે. તે આ પ્રમાણે – ૧ બાળ, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ ફલીબ, ૫ જવું, ૬ રોગી, ૭ ચોર, ૮ રાજાનો અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ અંધ, ૧૧ દાસ, ૧૨ દુષ્ટ, ૧૩ મૂઢ, ૧૪ દેવાદાર, ૧૫ જુગિત (બેડીમાં બંધાયેલ) ૧૬ બંધાયેલ, ૧૭ નોકર અને ૧૮ શિક્ષકનિષ્ફટિકા. દોષ અને દોષવાનનો કથંચિત્ (કોઈક રીતે) અભેદ હોવાથી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“અન્વય-વ્યતિરેકથી નિશ્ચિત કરાયેલ અર્થ સારી રીતે સમજી શકાય છે. (કે સારી રીતે માની શકાય છે.) આથી અન્વયથી સર્વવિરતિને યોગ્ય જીવો કહ્યા. હવે તેનાથી વિપરીત અયોગ્ય જીવોને કહે છે -
ગાથાર્થ-ટીકાર્થ - પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીસ અને નપુંસકોમાં દશ જિનથી નિષેધ કરાયા છે. આથી બહુ દોષનો સંભવ હોવાથી તે જીવો દીક્ષા આપવાને માટે યોગ્ય નથી. (૧૨૩)
તેમાં પુરુષોમાં જે અઢાર અયોગ્ય છે તેમને બતાવતા ગ્રંથકાર કહે છે -
ગાથાર્થ - બાલ, વૃદ્ધ, નપુંસક, કુલીબ, જડુ, રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, અદર્શન, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, ભૂતક, શૈક્ષનિષ્ફટિકા-આ અઢાર પુરુષો દીક્ષા આપવાને અયોગ્ય છે. (૧૨૪, ૧૨૫).
ટીકાર્થ - (૧) બાલ - અહીં આઠ કે સાત વર્ષ સુધી બાળક કહેવાય છે. (૨) વૃદ્ધ - ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. બીજાઓ કહે છે કે – ૭૦ વર્ષ પહેલાં પણ