Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 378
________________ દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષો ઇન્દ્રિયોની હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી પણ વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક - જે ન સ્ત્રી હોય અને ન તો પુરુષ હોય તે નપુંસક. (૪) ક્લીબ - સ્ત્રીઓ ભોગ માટે નિયંત્રણ કરે ત્યારે, અથવા અગુપ્ત અંગોવાળી સ્ત્રીઓના અંગોપાંગોને જોઈને, અથવા સ્ત્રીઓના કામવાળા વચનો વગેરે સાંભળીને કામનો અભિલાષ ઉત્પન્ન થાય અને કામવેદનાને જે સહન ન કરી શકે તે (પુરુષની આકૃતિવાળો) લીબ છે. ૭૭૫ (૫) જડુ - જડુના ભાષાજઙ્ગ, શરીરજડુ અને કરણજડુ એમ ત્રણ પ્રકાર છે. ભાષાજડુ પણ જલમૂક, મન્મનમૂક અને એલકમૂક એમ ત્રણ પ્રકારે છે. જલમાં ડૂબેલાની જેમ બુડુબુડુ અવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાતું હોય તેમ સ્ખલના પામે તે મન્મનમૂક. જે મૂંગો હોવાના કારણે ઘેટાની જેમ માત્ર શબ્દ કરે = અસ્પષ્ટ શબ્દ કરે તે એલકમૂક છે. જે અત્યંત સ્થૂલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષા માટે ચાલવામાં અને વંદન વગેરે ક્રિયા કરવા માટે અસમર્થ હોય તે શરીરજડુ છે. કરણ એટલે ક્રિયા. ક્રિયામાં જડ્ડ તે કરણજડુ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સંયમપાલન વગેરે ક્રિયાનો અનેકવાર ઉપદેશ આપવા છતાં જડુ હોવાના કારણે ક્રિયાને સમજી શકે નહિ તે કરણજડુ છે. (૬) રોગી - ભગંદર, અતિસાર, કોઢ, બરોળનો રોગ, શૂળ, મસા વગેરે રોગોથી ઘેરાયેલ. (૭) ચોર - ખાતર પાડવું, ખોદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચોરીના કામમાં તત્પર. (૮) રાજાનો અપકારી - રાજભંડાર, અંતઃપુર, રાજાનું શરીર, રાજપુત્ર વગેરેનો દ્રોહ કરનાર. (૯) ઉન્મત્ત - યક્ષ વગેરેથી કે પ્રબલ મોહોદયથી પરવશપણાને પમાડાયેલ. (૧૦) અદર્શન - અદર્શન એટલે અંધ. (જેને દર્શન વ્યુત્પત્તિથી) ત્યાનધિનિદ્રાવાળો પણ અહીં જાણવો. = સમ્યક્ત્વ નથી એવી (૧૧) દાસ - ઘરની દાસીથી જન્મેલો હોય, અથવા દુકાળ વગેરેમાં ધન આપીને ખરીદેલો હોય, અથવા ઋણ આદિના કારણે રોકી લીધો હોય = તાબામાં રાખ્યો હોય તે દાસ. (૧૨) દુષ્ટ - દુષ્ટના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. સરસવની ભાજીમાં આસક્ત સાધુની જેમ ઉત્કટ કષાયવાળો કષાયદુષ્ટ છે. પરસ્ત્રી આદિમાં અતિશય આસક્ત વિષયદુષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410