________________
૭૬૨
સોળ પ્રકારના વચનો ઉપનય (ગુણોક્તિ સ્તુતિ)-અપનય (દોષ કથન-નિન્દા) વચન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે છે –
૧૨. ઉપનય અપનય વચનઃ આ સ્ત્રી રૂપવાન છે, પણ દુરાચારી છે. ૧૩. ઉપનય ઉપનય વચન:- આ સ્ત્રી રૂપવાન અને સદાચારી (શીલવતી) છે. ૧૪. અપનય ઉપનય વચન - આ સ્ત્રી કદ્દરૂપી છે, પણ શીલવતી છે. ૧૫. અપનય અપનય વચનઃ આ સ્ત્રી કદ્દરૂપી અને દુરાચારી છે.
૧૬. અધ્યાત્મવચન : બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં બીજું રાખી વચન વડે બીજું કહેવાની ઇચ્છાવાળો અચાનક જે મનમાં હોય તે જ બોલી જાય તે અધ્યાત્મ વચન (૮૯૬)”
(સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.)
ગુરુ વચનના આ સોળ પ્રકારોને સારી રીતે જાણે છે.
સંયમ એટલે પાપમાં પ્રવૃત્ત થયેલા આત્માનું નિયત્રણ. તે સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ પૃથ્વીકાયસંયમ, ૨ અપકાયસંયમ, ૩ તેજસ્કાયસંયમ, ૪ વાયુકાયસંયમ, ૫ વનસ્પતિકાયસંયમ, ૬ બેઈન્દ્રિયસંયમ, ૭ તે ઇન્દ્રિયસંયમ, ૮ ચઉરિન્દ્રિયસંયમ, ૯ પંચેન્દ્રિયસંયમ, ૧૦અજીવસંયમ, ૧૧ પ્રેક્ષાસંયમ, ૧૨ ઉપેક્ષાસંયમ, ૧૩પ્રમાર્જનાસંયમ, ૧૪પરિઝાપનાસંયમ, ૧૫ મનસંયમ, ૧૬ વચનસંયમ અને ૧૭ કાયસંયમ. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“હવે સંયમનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે -
ગાથાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિઝાપન, મન, વચન, કાયા આ ૧૭ પ્રકારના સંયમ છે. (૪૬).
ટીકાર્થ - (૧) પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જે નવ જીવભેદો છે, તેઓનો મન, વચન, કાયા એ ત્રણ કરણના યોગ વડે સંઘટ્ટો વગેરે ન કરવો એ સંયમ છે.
(૨) જે ગ્રહણ કરાયેલા અજીવો વડે અહીં અસંયમ કહેવાયેલો છે જેમકે પુસ્તકપંચક, વસ્ત્રપંચક, તૃણપંચક, ચર્મપંચક...(એ બધાનો ત્યાગ એ અજીવસંયમ છે.)
(૩) ગંડી, કચ્છી, મુષ્ટી, સંપુટફલક તથા સૃપાટિકા..વીતરાગો વડે એ પુસ્તકપંચક