________________
૭૬૪
સત્તર પ્રકારનું સંયમ (૧૧) પ્રહ્નાદિ-હસ્તાસ્તરણ (હાથના મોજા), કુતુપ = રૂથી ભરેલ વસ્ત્ર, દઢગાલી = ધૌતપોત. બાકીના ભેદો પ્રસિદ્ધ છે.
(૧૨) આઠ કર્મોરૂપી ગ્રન્થિને બાળી નાંખનારા જિનો વડે તૃણપંચક કહેવાયેલ છે. શાલિ, વ્રીહિ, કોદ્રવ, પાલક, અરણ્યતૃણો. (આમનું ઘાસ લેવું.)
(૧૩) ઘેટાં, બકરા, ગાય, ભેંસ, હરણનું ચામડું એમ પાંચ ચર્મ છે. તલિકા, ખલ્લક, વર્થ, કોશક, કૃત્તિ આ બીજા પાંચ ચર્મ છે. (આ ચર્મપંચકાદિનું વર્ણન પ્રવચનસારોદ્ધારમાંથી જોઈ લેવું.)
(૧૪) છૂટાછવાયા પ્રગટ પડેલા સુવર્ણાદિ જે હોય, તે અસંયમરૂપ હોવાથી સાધુ તેને ગ્રહણ ન કરે. (છૂપાવાયેલા સુવર્ણાદિને તો ચોરવા ન જ જાય.) જે સ્થાન ઉપર સ્થાન = ઊભા રહેવું, બેસવું વગેરે કરવાની ઇચ્છા કરે, તેને જોઈ-પ્રમાર્જીને પછી જ તે સ્થાન ઉપર સ્થાન-ઉપવેશનાદિ કરે. (એ પ્રેક્ષા છે.)
(૧૫) આ પ્રેક્ષા છે. ઉપેક્ષા બે પ્રકારે જાણવી. વ્યાપારોપેક્ષા અને અવ્યાપારોપેક્ષા. વ્યાપારોપેક્ષા દા.ત. ગામનો.
(૧૬) આ ઉપેક્ષક છે = કાળજી કરનારો છે. (૧૫મી ગાથાનો નામ શબ્દ ૧૬મી ગાથા સાથે જોડાયેલો છે.) અવ્યાપારોપેક્ષા દા.ત. આ કાર્યના વિનાશ કરનારાને કહેવું કે તું શા માટે ઉપેક્ષે છે? અર્થાત્ એની કાળજી કરતો નથી ?
અહીં ઉપેક્ષાસંયમમાં બંને પ્રકારની ઉપેક્ષાનો અધિકાર છે.
(૧૭) વ્યાપારોપેક્ષાઃ આમાં સીદાતા સાંભોગિક સાધુઓને પ્રેરણા કરે. પ્રવચનિક કાર્ય આવી પડે = શાસનનું કામ આવી પડે તો અસાંભોગિકને પણ પ્રેરણા કરે.
(૧૮) અવ્યાપારોપેક્ષા: ઘણાં પ્રકારના કાર્યોમાં સીદાતા ગૃહસ્થને પ્રેરણા ન કરે (કે તમે આ કાર્ય કરો...). આ ઉપેક્ષાનો સંયમ છે.
(૧૯) જો ગૃહસ્થ હાજર હોય તો પાદપ્રમાર્જન ન કરવામાં સંયમ છે અને જો સાગારિક, ગૃહસ્થ ન હોય તો પાદપ્રમાર્જન કરવામાં સંયમ છે. (ગામમાં પ્રવેશ, નિર્ગમાદિ વખતે પાદપ્રમાર્જન કરવાની જે વિધિ છે, તે અંગે આ કથન છે.)
(૨૦) ભોજન કે પાણી જીવ વગેરેથી સંસક્ત વહોરાઈ જાય, અથવા તો (આધાકર્માદિદોષથી) અવિશુદ્ધ વહોરાઈ જાય. અથવા તો જે ઉપકરણ-ભોજનાદિ વધી પડેલા હોય...