________________
ત્રણ પ્રકારની વિરાધના
૭૬૫ (૨૧) તેનું પરિઝાપન કરવાની વિધિ કરવાથી અપહત્યસંયમ થાય. તથા દુષ્ટ એવા મન-વચનનું સંધન અને શુભ મન-વચનની ઉદીરણા.
(૨૨) આ મન-વચન સંયમરૂપ બે સંયમ છે. કાયસંયમમાં વળી આ પ્રમાણે કે અવશ્ય કરવાયોગ્ય કાર્યમાં જે ગમનાગમન કરવું પડે, તેને ઉપયોગપૂર્વક સમ્યફ રીતે કરે.
(૨૩) પણ જો એવું કોઈ કાર્ય ન હોય તો પછી સાધુ કાચબાની જેમ હાથ, પગ, શરીરને સુસમાહિત, સંકુચિત, નિયંત્રિત, સ્થિર કરી દે. આવા સ્થિર રહેલા સાધુને કાયસંયમ થાય.
૧૭ પ્રકારનું સંયમ કહેવાઈ ગયું. (૪૬)
(સટીક દશવૈકાલિકસૂટાના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.).
ગુરુ આ સત્તર પ્રકારના સંયમમાં હંમેશા ઉદ્યમ કરે છે.
વિરાધના એટલે ખંડના. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનવિરાધના, ૨ દર્શનવિરાધના અને ૩ ચારિત્રવિરાધના. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે -
“ત્રણ વિરાધનાઓથી હું પાછો ફરું છું - જ્ઞાનવિરાધનાથી, દર્શનવિરાધનાથી, ચારિત્રવિરાધનાથી.”
આ ત્રણ વિરાધનાઓનું સ્વરૂપ આવશ્યકસૂત્રની ટીકામાંથી આ પ્રમાણે જાણવું -
ત્રણ વિરાધનાઓથી જે અતિચાર કરાયો હોય, તે આ પ્રમાણે - જ્ઞાનની વિરાધનાથી, દર્શનની વિરાધનાથી અને ચારિત્રની વિરાધનાથી, (તેનાથી) હું પાછો ફરું છું. વિરાધના એટલે કોઈક વસ્તુનું ખંડન કરવું તે. જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યે દુશ્મનાવટભર્યું વર્તન વગેરે. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.) કહ્યું છે કે, “જ્ઞાન પ્રત્યે દુશ્મન જેવું આચરણ, નિદ્વવ (ગુરુને છુપાવવા), જ્ઞાનની અતિઆશાતના, જ્ઞાનમાં અંતરાય અને જ્ઞાનનો વિસંવાદ યોગ (શાસ્ત્રમાં કહ્યું હોય તેનાથી વિપરીત કરવું) કરનારાને અતિચાર લાગે છે. (૧)' તેમાં દુશ્મનાવટભર્યું વર્તન પાંચ પ્રકારના જ્ઞાનની નિંદાથી થાય છે. તે આ પ્રમાણે – આભિનિબોધિકજ્ઞાન સારું નથી, કેમકે તેનાથી જણાયેલું ક્યારેક તેમ હોય છે અને ક્યારેક બીજી રીતે હોય છે. ચારિત્ર વિનાનાનું શ્રુતજ્ઞાન પણ કંઈ કામનું ન હોવાથી સારું નથી. અરૂપિ દ્રવ્યોના વિષયવાળુ ન હોવાથી અવધિજ્ઞાન પણ સારું નથી. મનુષ્યલોક સુધી જણાયેલા વિષયવાળુ હોવાથી