________________
વીસમી છત્રીસી
હવે વીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - વચનોના સોળ પ્રકારોને જાણનારા, સત્તર પ્રકારના સંયમમાં ઉદ્યમવાળા અને ત્રણ પ્રકારની વિરાધના વિનાના – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૧)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જે કહેવાય તે વચન. તેની વિધિઓ એટલે પ્રકારો એ વચનવિધિઓ. તે સોળ છે. તે આ પ્રમાણે – ૧ અતીતવચન, ૨ વર્તમાનવચન, ૩ અનાગતવચન, ૪ એકવચન, ૫ દ્વિવચન, ૬ બહુવચન, ૭ પુલિંગવચન, ૮ સ્ત્રીલિંગવચન, ૯ નપુંસકલિંગવચન, ૧૦ પરોક્ષવચન, ૧૧ પ્રત્યક્ષવચન, ૧૨ ઉપનીતઉપનીતવચન, ૧૩ ઉપનીકઅપની તવચન, ૧૪ અપનીતઉપનીતવચન, ૧૫ અપનીતઅપનીતવચન અને ૧૬ અધ્યાત્મવચન. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - કાળત્રિક, વચનત્રિક, લિંગત્રિક, પરોક્ષવચન, પ્રત્યક્ષવચન, ઉપનયઅપનય ચતુષ્ક અને અધ્યાત્મ. એમ સોળ પ્રકારનાં વચન છે. (૮૯૬)
ટીકાર્ય - કાળત્રિક તથા વચનત્રિક તથા લિંગત્રિક, પરોક્ષ, તથા પ્રત્યક્ષ તથા ઉપનયઅપનય ચતુષ્ક તથા સોળમું અધ્યાત્મવચન છે. આ ગાથાના પદોના અર્થ છે.
૧-૩ કાળત્રિક તેમાં કર્યું, કરે છે, કરશે. આ ભૂતકાળ વગેરે ત્રણ કાળ જણાવનાર વચન એ કાળત્રિક વચન છે.
૪-૬ વચનત્રિકઃ “એક, બે, અને બહુ એ એકત્વ વગેરેને જણાવનાર જે શબ્દસમૂહ તે વચનત્રિક છે.
૭-૯ લિંગત્રિક: “આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુળ છે.” આ ત્રણ લિંગપ્રધાન વચનો કિંગત્રિક છે.
૧૦. પરોક્ષવચન: “તે' એવો પરોક્ષ નિર્દેશ એ પરોક્ષ વચન છે. ૧૧. પ્રત્યક્ષવચનઃ ‘આ’ એવો પ્રત્યક્ષ નિર્દેશ એ પ્રત્યક્ષ વચન છે.