________________
૭૫૨
ચાર પ્રકારના અભિગ્રહો શ્રેણિના ઘ૨માં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪ જેમાં પતંગની જેમ વીથિ = ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઊડી ઊડીને અનિયત ગતિથી ઊડે-ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. ૫ પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારે ય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬ અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭ શંબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે શંબૂકા. જેમકે-ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતશંબૂકા. ૮ ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શંબૂકા. (૩૦૦)
જી ગોમૂમિકા
ભાવી
અભ્ય
ગડવા પ્રત્યાગતિ
બાલ શાળા
પતંગવિધિ
પેટા
અઈ પેથ
કાલઅભિગ્રહ કહે છે -
આદિમાં, એટલે કે ભિક્ષાકાળ થયા પહેલાં, અથવા મધ્યમાં, એટલે કે ભિક્ષાકાળના સમયે, અથવા અંતે, એટલે કે ભિક્ષાકાળ વીતી ગયા પછી, ભિક્ષા લેવા જવું એવો ભિક્ષા માટે કાળનો નિયમ તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાલઅભિગ્રહ છે. (૩૦૧)