________________
ઓગણીસમી છત્રીસી હવે ઓગણીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - જેમનો આહાર સોળ ઉદ્દગમના અને સોળ ઉત્પાદનના દોષોથી રહિત છે, જે ચાર પ્રકારના અભિગ્રહોને હંમેશા સેવે છે એવા છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૦)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઉદ્ગમ એટલે પિંડની ઉત્પત્તિ. તે વિષયના દોષો તે ઉદ્ગમદોષો. તે સોળ છે. તે આ પ્રમાણે - ૧ આધાકર્મ, ૨ ઔદેશિક, ૩ પૂતિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાભૃતિકા, ૭ પ્રાદુષ્કરણ, ૮ ક્રીત, ૯ અપમિત્ય, ૧૦ પરિવર્તિત, ૧૧ અભ્યાહત, ૧૨ ઉભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આચ્છેદ્ય, ૧૫ અનિસૃષ્ટ અને ૧૬ અધ્યવપૂરક. પિંડનિર્યુક્તિમાં અને તેની મલયગિરિસૂરિકૃત વૃત્તિમાં કહ્યું છે -
તે ઉદ્ગમદોષો સોળ છે. તેમને જ નામથી કહે છે -
(૧) આધાકર્મ ‘ઉપલાત' એ સૂત્રથી આ + ધ ધાતુને પ્રત્યય લાગી બધા શબ્દ બને. આધા એટલે સાધુ માટે મનમાં વિચારવું, જેમકે “અમુક સાધુ માટે મારે ભોજન વગેરે રાંધવાનું છે.' આધા વડે રાંધવા વગેરેની ક્રિયારૂપ કર્મ તે આધાકર્મ. તેના યોગથી ભોજન વગેરે પણ આધાકર્મ છે. અહીં દોષ કહેવાના અવસરે પણ જે દોષવાળા કહ્યા તે દોષ અને દોષવાળાના અભેદની વિવલાથી જાણવું. અથવા સાધુને મનમાં વિચારીને જે ભોજન વગેરે કરાય તે આધાકર્મ. પૃષોદરાદિ સમાસ થયો હોવાથી આધાય ના ય નો લોપ થયો.
(૨) ઔદેશિક - ઉદેશ એટલે બધા માંગનારા વગેરેનો વિચાર. તેનાથી બનેલું તે ઔદેશિક છે.
(૩) પૂતિકર્મ - ઉદ્દગમના દોષો વિનાનું હોવાથી જે પોતે પવિત્ર છે એવા ભોજનને બીજા અવિશુદ્ધકોટિના દોષવાળા ભોજનના અવયવ સાથે સંપર્ક થવાથી દોષિત જેવું કરવું તે પૂતિકર્મ. તેના યોગથી ભોજન વગેરે પણ પૂતિકર્મ છે.