________________
૭૩૪
પંદર પ્રકારની સંજ્ઞા મોઢાનું વિકૃત થવું, તથા રોમરાજી ખડી થઈ જવી વગેરે જે ક્રિયા તે ભયસંજ્ઞા. આ ભયસંજ્ઞા પણ ચાર કારણે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે “(૧) હીનસત્ત્વપણાથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.”
(૧) હીનસત્ત્વપણાથી એટલે સત્વરહિતપણાથી, (૨) ભયમોહનીય કર્મના ઉદયથી, (૩) ભયની વાતો, શ્રવણ, ભયંકર દશ્યના દર્શન વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપયોગ એટલે આ લોક વગેરે સાત ભયના લક્ષણોને વિચારવાથી.
(૩) પરિગ્રહ સંજ્ઞા :- લોભના ઉદયથી, સંસારના મુખ્ય કારણરૂપ આસક્તિના કારણે સચિત્ત કે અચિત્ત દ્રવ્યનું ગ્રહણ કરવું તે પરિગ્રહસંજ્ઞા છે. આ પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – “(૧) અવિમુક્તપણાથી, (૨) લોભવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.”
(૧) અવિમુક્તપણાથી એટલે સપરિગ્રહપણાથી. (૨) લોભવેદનીય એટલે લોભમોહનીય કર્મના ઉદયથી. (૩) સચેતન વગેરે દ્રવ્યના પરિગ્રહના દર્શનથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપયોગ એટલે પરિગ્રહની વિચારણાથી.
(૪) મૈથુન:- પુરુષવેદના ઉદયથી મૈથુન માટે સ્ત્રીને જોવું, જોઈને પ્રસન્ન થવું, ખંભિત થવું, જાંઘ વગેરે કંપવી વગેરે લક્ષણરૂપ જે ક્રિયા તે મૈથુનસંજ્ઞા. આ મૈથુનસંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – (૧) લોહી-માંસના પુષ્ટ થવાથી, (૨) મોહનીયકર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.”
(૧) માંસ-લોહીના પુષ્ટ થવાથી. (૨) (વેદ) મોહનીયકર્મના ઉદયથી. (૩) સુરત એટલે સંભોગની વાતો-કથા સાંભળવા વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપયોગ એટલે મૈથુનની વિચારણા કરવાથી.
આ ચારે સંજ્ઞાઓ એકેન્દ્રિય વગેરેથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય, ત્યાં સુધી હોય છે. તથા કેટલાક એકેન્દ્રિય વગેરેને આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે જણાય છે.
જેમકે પાણી વગેરે આહાર વડે જીવવાથી વનસ્પતિ વગેરેને આહાર સંજ્ઞા, સંકોચની વેલડી વગેરેને હાથ વગેરેના સ્પર્શના ભયથી અવયવ સંકોચન વગેરે વડે ભયસંજ્ઞા, બિલ્વ (બિલી), પલાશ વગેરેને નિધાનો એટલે દાટેલા પૈસા વગેરે ઉપર મૂળિયા વગેરે ફેલાવવા દ્વારા પરિગ્રહસંજ્ઞા, કુરુબક, અશોક, તિલક વગેરે ઝાડો ને સુંદર સ્ત્રીના આલિંગન, પગની લાત, આંખના કટાક્ષ વગેરે વડે તે ઝાડના પલ્લવ, ફૂલ વગેરેની ઉત્પત્તિથી મૈથુનસંજ્ઞા