________________
ત્રણ પ્રકારના ગૌરવો
૭૩૭ રસગૌરવ વડે, સાતાગૌરવ વડે. આ ગૌરવોનું સ્વરૂપ ઉપદેશમાલા અને તેની સિદ્ધર્ષિગણિકૃત ટીકામાંથી આ પ્રમાણે જાણવું -
હવે તેના દ્વારરૂપ ઋદ્ધિગૌરવને કહે છે -
ઉત્તમ એવા વસ્ત્ર, પાત્રા, આસન, ઉપકરણોને આશ્રયીને એ માને કે, “આ મારો વૈભવ છે, આ મારી સમૃદ્ધિ છે, હું ઘણા લોકોનો માલિક છું.” આવો જીવ કે જેની પાસે મળેલી ઋદ્ધિનાં અભિમાન વડે અને નહીં મળેલી ઋદ્ધિની પ્રાર્થના વડે ગૌરવ છે તે ઋદ્ધિગૌરવવાળો છે. ગૌરવ એટલે ગાઢ કર્મપરમાણુઓને ગ્રહણ કરવા વડે આત્માનું ભારેપણું. (૩૨૪)
હવે રસગૌરવને આશ્રયીને કહે છે –
રસગૌરવ હોતે છતે આસક્ત થયેલો જીવ હિંગ વગેરેથી સંસ્કાર નહીં કરાયેલા એવા રસ વિનાના, ઘણા જૂના ભાત વગેરે રસ વિનાના, વાલ-ચણા વગેરે સ્નેહ વિનાના લુખા, લબ્ધિ વિના સ્વાભાવિક રીતે મળેલા અન્નને ખાવા ઇચ્છતો નથી પણ ઘણા નેહવાળા સારા ભોજનોને ઇચ્છે છે. (૩૨૫)
હવે સાતગૌરવને આશ્રયીને કહે છે –
સાતાગૌરવથી ભારે જીવ પ્રતિક્ષણ શરીરને સંસ્કારે, ગાદલા વગેરે શયન અને મસૂરક વગેરે આસનને કારણ વિના વાપરવામાં ખૂબ આસક્ત હોય અને પોતાને દુઃખ ન આપે એટલે કે દુઃખનો દ્વેષી હોય. (૩૨૯)”
જેનાથી પીડા થાય તે શલ્ય. ભવિષ્યમાં પણ અનિષ્ટ ફળ કરવા માટે સમર્થ હોવાથી શલ્ય જેવું હોય તે શલ્ય. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ માયાશલ્ય, ૨ નિયાણશલ્ય અને ૩ મિથ્યાદર્શનશલ્ય. તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનગણિકત ટીકામાં કહ્યું છે -
જે પીડા કરે તે શલ્ય. ઉણાદિ પ્રત્યયોનો ય પ્રત્યય લાગે. શલ્ય કાયા વગેરેને અંદરમાં ભેદે છે. શરીરમાં રહેલ તે શલ્ય જીવના બળ અને આરોગ્યની હાનિ કરે છે. તેમ અંદરમાં રહેલા માયા, નિયાણું અને મિથ્યાત્વ એ સંયમના સ્વરૂપને ભેદનારા હોવાથી આત્માના કુલેશના તાવરૂપ અનારોગ્યને કરે છે અને જ્ઞાનનું આવરણ અને વીર્યની હાનિ કરે છે એટલે શલ્યની જેવા શલ્ય કહેવાય છે. (૭/૧૩)'
શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં ત્રણ પ્રકારના શલ્યો આ રીતે બતાવ્યા છે –