________________
૭૩૫
પંદર પ્રકારની સંજ્ઞા જણાય છે. (૯૨૩)
હવે “દસ સંજ્ઞાઓ” નામનું ૧૪મુ દ્વાર કહે છે –
ગાથાર્થ - આહાર, ભય, પરિગ્રહ, મૈથુન તથા ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક. આ દસ સંજ્ઞાઓ સર્વ જીવોને જાણવી. (૯૨૪)
ટીકાર્ય - જેના વડે આ જીવ છે એમ જણાય તે સંજ્ઞા. વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રયીને તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમને આશ્રયીને વિવિધ આહાર વગેરેને પ્રાપ્ત કરવાની જે ક્રિયા, તે સંજ્ઞા. તે ઉપાધિના ભેદથી દસ પ્રકારે છે. તેમાં આહાર, ભય, પરિગ્રહ, મૈથુન સંજ્ઞાની વ્યાખ્યા આગળની ગાથામાં કરી છે.
(૫) ક્રોધવેદનીય (મોહ)ના ઉદયથી ક્રોધાવેશના કારણે કઠોર મુખ, આંખ, દાંત, હોઠ વગેરે કંપવા વગેરેની ચેષ્ટારૂપ ક્રોધસંજ્ઞા.
(૬) માનકષાયના ઉદયથી અહંકારરૂપ, ઉત્કર્ષતા વગેરેની પરિણતિરૂપ માનસંજ્ઞા.
(૭) માયાકષાયના ઉદયથી અશુભ સંકલેશના કારણે અસત્યભાષણ વગેરેની ક્રિયા તે માયાસંજ્ઞા.
(૮) લોભવેદનીયના ઉદયથી લાલસારૂપે સચિત્ત-અચિત્ત દ્રવ્યોની ઇચ્છા તે લોભસંજ્ઞા.
(૯) મતિજ્ઞાનાવરણકર્મના ક્ષાયોપશમથી શબ્દ વગેરે વડે પદાર્થને જણાવતી સામાન્ય જ્ઞાનરૂપ જે ક્રિયા તે ઓઘસંજ્ઞા.
(૧૦) તે જ વિશેષ જ્ઞાનરૂપ જે ક્રિયા તે લોકસંજ્ઞા. એટલે એમ નક્કી થયું કે દર્શનોપયોગ તે ઓઘસંજ્ઞા અને જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. આ ઠાણાંગસૂત્રની ટીકાનો અભિપ્રાય છે. પરંતુ આચારાંગની ટીકામાં કહ્યું છે કે,
અવ્યક્ત ઉપયોગરૂપ તે ઓઘસંજ્ઞા. જેમ વેલડીનું દિવાલ વગેરે પર ચડવું વગેરે. અને લોકસંજ્ઞા તો સ્વચ્છંદપણે કરેલ કલ્પનાથી લોકો વડે આચરેલ ક્રિયારૂપ છે. જેમકે “સંતતિ વગરનાની પરલોકમાં ગતિ થતી નથી. કૂતરાઓ યક્ષરૂપે છે. બ્રાહ્મણો દેવ છે. કાગડાઓ દાદા છે. મોરને પાંખના પવનથી ગર્ભ રહે છે. વગેરે
બીજાઓ જ્ઞાનોપયોગને ઘસંજ્ઞા અને દર્શનોપયોગને લોકસંજ્ઞા એમ કહે છે. આ દશે સંજ્ઞાઓ “આ જીવ છે.” એમ જણાવવાના કારણરૂપ હોવાથી સંજ્ઞા કહેવાય છે અને