________________
૭૩૬
પંદર પ્રકારની સંજ્ઞા
બધાયે સંસારી જીવોને હોય છે. પંચેન્દ્રિયોને આશ્રયી આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે સુખપૂર્વક (સહેલાઈથી) જાણી શકાય છે અને એકેન્દ્રિયોને આ સંજ્ઞા અવ્યક્ત (અપ્રગટ) રૂપે જણાય છે. (૯૨૪)
હવે પંદર સંજ્ઞાઓ' નામનું ૧૪૭ મુ દ્વાર કહે છે -
ગાથાર્થ - ૧. આહાર, ૨. ભય, ૩. પરિગ્રહ, ૪. મૈથુન, ૫. સુખ, ૬. દુ:ખ, ૭. મોહ, ૮. વિચિકિત્સા, ૯. ક્રોધ, ૧૦. માન, ૧૧. માયા, ૧૨. લોભ, ૧૩. લોક, ૧૪. ધર્મ, ૧૫. ઓઘસંજ્ઞા. (૯૨૫)
ટીકાર્થ - પ્રકરણાનુસાર આવતો સંજ્ઞા શબ્દ દરેકને જોડવાથી આહા૨સંજ્ઞા વગેરેથી લઈને ઓઘસંજ્ઞા સુધી પંદર સંજ્ઞાઓ થાય છે. તેમાં દશ સંજ્ઞાઓનું સ્વરૂપ આગળ કહ્યા પ્રમાણે જ જાણવું.
(૧૧-૧૨) શાતા-અશાતાના અનુભવરૂપ સુખ-દુઃખ સંજ્ઞા.
(૧૩) મિથ્યાદર્શનરૂપ મોહસંજ્ઞા.
(૧૪) ચિત્તવિપ્લુતિ એટલે ચિત્તની અસ્થિરતા (ચંચળતા)રૂપ વિચિકિત્સાસંજ્ઞા. (૧૫) ક્ષમા વગેરેના સેવનરૂપ ધર્મસંજ્ઞા.
વિશેષનું ગ્રહણ કર્યું ન હોવાથી આ સંજ્ઞાઓ સામાન્યપણે સર્વજીવોને જાણવી.
આ સંજ્ઞાઓ કોઈક ગ્રંથમાં ચાર કહી છે, કોઈક સ્થળે દશ પ્રકારે કહી છે, કોઈક જગ્યાએ પંદર પ્રકારે પણ કહી છે, તેથી કોઈ કોઈ સંજ્ઞાઓ વારંવાર કહેવાઈ હોય તો પણ પુનરુક્ત દોષની શંકા ન કરવી.
આચારાંગસૂત્રમાં વિપ્રલાપ એટલે રૂદનરૂપ અને વૈમનસ્ય (દીનતા)રૂપ શોકસંજ્ઞા નામની સોળમી સંજ્ઞા ઉમેરી સોળ સંજ્ઞા કહી છે. (૯૨૫)’
(સટીક પ્રવચનસારોદ્વારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.)
ગુરુ આ પંદર સંજ્ઞાઓનું સ્વરૂપ બીજાને સારી રીતે કહે છે.
ગૌરવ એટલે ભારેપણું એટલે કે અભિમાન અને લોભથી થતો આત્માનો અશુભ ભાવ. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ ઋદ્ધિગૌરવ ૨ રસગૌરવ અને ૩ સાતાગૌરવ. શ્રમણપ્રતિક્રમણસૂત્રમાં કહ્યું છે - ‘ત્રણ ગૌરવો વડે - ઋદ્ધિગૌરવ વડે,