________________
અઢારમી છત્રીસી હવે અઢારમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - પંદર પ્રકારના યોગ અને પંદર પ્રકારની સંજ્ઞાઓ કહેવા વડે, ત્રણ ગારવોનો ત્યાગ કરવા પડે અને ત્રણ શલ્યોને વર્જવા વડે - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૯).
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - યોગ એટલે મન, વચન અને કાયાના આલંબનથી થતી જીવની ક્રિયા. કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગમાં સહકારી કારણભૂત મન, વચન અને કાયાને પણ યોગ એ પ્રમાણે કહેવાય છે. યોગ પંદર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સત્ય મનોયોગ, ૨ અસત્ય મનોયોગ, ૩ સત્યાસત્ય મનોયોગ, ૪ અસત્યામૃષા મનોયોગ, ૫ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચનયોગ, ૭ સત્યાસત્ય વચનયોગ, ૮ અસત્યામૃષા વચનયોગ, ૯ ઔદારિક કાયયોગ, ૧૦ વૈક્રિય કાયયોગ, ૧૧ આહારક કાયયોગ, ૧૨ ઔદારિકમિશ્ર કાયયોગ, ૧૩ વૈક્રિયમિશ્ર કાયયોગ, ૧૪ આહારકમિશ્ર કાયયોગ અને ૧૫ કાર્પણ કાયયોગ. પ્રાચીન ચોથા કર્મગ્રંથમાં અને તેની હરિભદ્રસૂરિજી કૃત વૃત્તિમાં કહ્યું છે –
આ પ્રમાણે માર્ગણાસ્થાનકોમાં ગુણસ્થાનકો કહ્યા. હવે માર્ગણાસ્થાનકોમાં યોગોને કહેવાની ઈચ્છાવાળા તે યોગોને જ પહેલા સ્વરૂપથી કહે છે -
ગાથાર્થ - સત્ય, મૃષા, મિશ્ર, અસત્યઅમૃષા – ચાર પ્રકારના મનોયોગ અને વચનયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારેક, તેમના ત્રણ મિશ્ર અને કાર્પણ – આ સાત કાયયોગ છે. (૩૪)
ટીકાર્ય - જે મોક્ષ પમાડનાર હોવાથી મુનિઓને હિતકારી છે તે સત્ય, અથવા જે વસ્તુના સાચા સ્વરૂપને વિચારવા વડે પદાર્થોને હિતકારી છે તે સત્ય. “જીવ છે, જીવ સત્અસત્ છે, જીવ શરીરમાત્રમાં રહેલો છે.' વગેરે વસ્તુના સાચા સ્વરૂપને વિચારવામાં તત્પર હોય તે સત્ય મનોયોગ. તથા તેનાથી વિપરીત હોય તે મૃષા મનોયોગ. જેમકે “જીવ નથી,