________________
શ્રાવકના બાર વ્રતો
૬૨૭ ત્યાગ અથવા એક કે બે વખતથી વધારે મૈથુનનો ત્યાગ તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. સંપૂર્ણ અહોરાત્ર સુધી મૈથુનનો ત્યાગ તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે.
(૪) અવ્યાપારપૌષધ પણ દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે. કોઈ અમુક રસોઈ કરવી નહીં, વેપાર કરવો નહીં, કપડા ધોવા નહીં વગેરે રીતે પાપવ્યાપારનો ત્યાગ તે દેશથી અવ્યાપાર પૌષધ છે. સર્વપૌષધમાં દરેક જાતનો વ્યાપાર, જેવો કે હળ-ગાડું ચલાવવું, ઘર સમારવું, વગેરે દરેકનો ત્યાગ કરે.
અહીં જે દેશપૌષધ કરે તે સામાયિક કરે પણ ખરા અને ન પણ કરે. જે સર્વપૌષધ કરે તે નિયમા સામાયિક કરે. જો સામાયિક ન કરે તો તે અવશ્ય તેના ફળથી વંચિત રહે. આ પૌષધ ક્યાં કરે? આ પૌષધ ચૈત્ય (દેરાસર)માં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં કરે. પૌષધમાં મણિ, સુવર્ણ આદિના અલંકારોનો ત્યાગ કરવો જોઈએ. પૌષધ લીધા પછી સૂત્ર વગેરેનો પાઠ કરે, પુસ્તક વાંચે, અથવા હું સાધુના ગુણોને ધારણ કરવા અસમર્થ છું, આથી મંદભાગી છું વગેરે શુભ ભાવના ભાવવા રૂપ ધર્મધ્યાન કરે. (૩૨૨)
સાતિચાર ત્રીજુ શિક્ષાપદ કહ્યું. હવે ચોથું શિક્ષાપદ કહે છે -
દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક, પરમભક્તિથી, પોતાના ઉપર ઉપકારની બુદ્ધિ વડે જે મૂળગુણ અને ઉત્તરગુણોથી સંપન્ન હોય એવા સંયત સાધુ ભગવંતોને ન્યાયાગત અન્ન વગેરે કલ્પનીય દ્રવ્યોનું દાન આપવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય.
ન્યાયાગત દ્રવ્ય :- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રોની પોતાની જે આજીવિકા કે જે લોકહેરીથી મોટે ભાગે પ્રસિદ્ધ છે, તે આજીવિકા વડે પ્રાપ્ત કરેલું દ્રવ્ય તે ન્યાયાગત દ્રવ્ય કહેવાય. ન્યાયાગત દ્રવ્ય કહેવાથી અન્યાયાગત દ્રવ્યનો નિષેધ સમજવો. અન્ન વગેરે દ્રવ્યો વડે. આદિ શબ્દથી પાણી, વસ્ત્ર, ઔષધ, ભેષજ વગેરે દ્રવ્યો વડે, નહિ કે સોના વગેરે દ્વારા.
કલ્પનીય - ઉદ્ગમ વગેરે દોષોથી રહિત કલ્પનીય દ્રવ્ય વડે, નહીં કે દોષિત દ્રવ્ય વડે. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, પરિપાટીપૂર્વક એટલે જ્યાં જુદા જુદા પ્રકારના ચોખા, કોદરા, કંગુ, ઘઉં વગેરે ઉત્પન્ન થાય તે દેશ, સુકાળ-દુષ્કાળ વગેરે કાળ, ચિત્તનો વિશુદ્ધ અધ્યવસાય તે શ્રદ્ધા, અતિથિ આવે ત્યારે ઊભા થવું-આસન આપવું-વંદન કરવું-પાછા વળાવવા જવું વગેરે સત્કાર, રસોઈને પેય વગેરેના ક્રમપૂર્વક દાન આપવું તે ક્રમ, દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ વગેરે પૂર્વક. દેશ, કાળ કહેવા વડે એના વિરોધીનો નિષેધ સમજવો.
પરમભક્તિપૂર્વક કારણ કે તેથી ફળની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિપૂર્વક, નહીં કે સાધુના ઉપર ઉપકાર કરવા માટે. કહ્યું છે કે, “સાધુઓ જ