________________
૬૨૬
શ્રાવકના બાર વ્રતો
કરે. એ પ્રમાણે અપ્રમત્તપણે પ્રતિદિવસ વગેરે વડે પરિમાણ કરવાથી આશયની નિર્મળતા થાય છે. માટે આ કલ્યાણ કરનારું છે એમ જાણી તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. (૩૧૯)
અતિચાર સહિત બીજા શિક્ષાપદની વ્યાખ્યા કરી. હવે ત્રીજુ શિક્ષાપદ કહેવાય છે.
આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને આવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારે પૌષધ છે. અહીં પૌષધ શબ્દ રૂઢિથી પર્વ અર્થમાં વપરાયો છે. પર્વો આઠમ વગેરે તિથિઓ છે. પૂરળાત્ પર્વ એ ન્યાયાનુસારે જે ધર્મની પુષ્ટિ કરે તે પર્વ. આહાર પ્રસિદ્ધ છે. તે આહાર વિષયક અથવા તેના માટે જે પૌષધ તે આહારપૌષધ. આહાર વગેરેની નિવૃત્તિના કારણરૂપ જે ધર્મપૂરકપર્વ તે પૌષધ. એ પ્રમાણે શરીરસત્કારપૌષધમાં પણ સમજવું. બ્રહ્મચર્યપૌષધ એટલે જે ચવાયોગ્ય હોય તે ચર્ય કહેવાય, આ સૂત્રથી મત્તરયમદ્યાનુપસń:. બ્રહ્મ એટલે શુભક્રિયા. કહ્યું છે ‘બ્રહ્મ વેલે બ્રહ્મ તો બ્રહ્મ જ્ઞાન' બ્રહ્મ સહિત ચરવું તે બ્રહ્મચર્ય આ પ્રમાણે સમાસ કરવો. બાકીનું આગળની જેમ સમજવું તથા અવ્યાપાર પૌષધ પણ આગળની જેમ જ જાણવો.
આ ત્રીજું શિક્ષાપદ વ્રત છે. સૂચનાત્ સૂત્રમ્ એ ન્યાયાનુસા૨ે શિક્ષાવ્રત કહેવાથી શિક્ષાપદવ્રત સમજવું. આ જ વ્રતને વિશેષ રીતે કહે છે. (૩૨૧)
દેશવિષયક પૌષધ અને સર્વવિષયક પૌષધ એમ બે પ્રકારે આહાર વગેરે દરેક પૌષધ પ્રવચનમાં કહ્યા છે, એમ જાણવું. દેશપૌષધમાં કોઈક વખત સામાયિક કરાય છે અને કોઈ વખત નથી કરાતું. જ્યારે સર્વપૌષધમાં નિયમા સામાયિક કરવું પડે છે. જો ન કરે તો તે પોતાની આત્મવંચના કરે છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે.
(૧) આહારપૌષધ બે પ્રકારનો છે. દેશથી અને સર્વથી. દેશ આહાર પૌષધમાં અમુક વિગઈનો ત્યાગ, આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરે કરે. સર્વપૌષધમાં અહોરાત્રિમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે.
(૨) શરીરસત્કા૨પૌષધમાં સ્નાન, મેંદી વગેરે લગાડવું, ચંદન વગેરેનું વિલેપન કરવું, તેલ ચોળવું, મસ્તકમાં ફૂલ નાંખવા, અત્તર વગેરે સુગંધી પદાર્થો લગાડવા, તાંબૂલ-પાન ચાવીને હોઠને તાંબૂલ-પાનથી રંગવા, સુંદર કિંમતી રંગીન વસ્ત્રો પહેરવા, આભૂષણો પહેરવા વગેરે શરીરસત્કારનો ત્યાગ કરે. તે ત્યાગ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે કરે. દેશત્યાગમાં અમુક પ્રકારનો શ૨ી૨સત્કાર ન કરે. સર્વપૌષધમાં દરેક પ્રકારના શરીરસત્કારનો ત્યાગ કરે.
(૩) બ્રહ્મચર્યપૌષધ પણ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી. દિવસે કે રાત્રે મૌથુનનો