________________
ચૌદ ગુણઠાણા
સંજ્વલન લોભ
અપ્રત્યાખ્યાનાવરણ લોભ પ્રત્યાખ્યાનાવરણ લોભ સંજ્વલન માયા
૭૧૫
અપ્રત્યાખ્યાનાવરણ માયા પ્રત્યાખ્યાનાવરણ માયા સંજ્વલન માન અપ્રત્યાખ્યાનાવરણ માન પ્રત્યાખ્યાનાવરણ માન સંજ્વલન ક્રોધ
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પુરુષવેદ
હાસ્ય રતિ અતિ | શોક ભય | જુગુપ્સા સ્ત્રીવેદ
નપુંસકવેદ
મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય
અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી માન અનંતાનુબંધી માયા અનંતાનુબંધી લોભ
ઉપશમશ્રેણિની વિસ્તારથી વ્યાખ્યા શતકની સ્વોપજ્ઞટીકામાં કરી છે, ત્યાંથી જોઈ લેવી. આમ બીજા ગુણસ્થાનકોમાં પણ ક્યાંક કેટલાક કષાયો ઉપશાંત થતા હોવાથી તેમને પણ ઉપશાંતકષાય કહી શકાય. માટે તેમના વ્યવચ્છેદ માટે વીતરાગ લીધા. ઉપશાંતકષાય વીતરાગ એટલું કહેવાથી પણ ઇષ્ટની સિદ્ધિ થવા છતાં છદ્મસ્થનું ગ્રહણ કર્યું તે સ્વરૂપ કહેવા માટે, કેમકે તેનાથી કોઈનો વ્યવચ્છેદ થતો નથી. અછદ્મસ્થ જીવ ઉપશાંતકષાયવીતરાગ હોતો નથી કે જેનો ‘છદ્મસ્થ’ શબ્દના ગ્રહણથી વ્યવચ્છેદ થાય. આ ગુણસ્થાનકે મોહનીયની અઠ્યાવીસે ય પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી. ઉપશાંતકષાયવાળો જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય છે. ત્યાર પછી એ અવશ્ય પડે છે. તે બે રીતે પડે છે – ભવક્ષયથી અને કાળક્ષયથી. જે મરી જાય તે ભવક્ષયથી પડે. જેનો ઉપશાંત કાળ પૂરો થાય તે કાળક્ષયથી પડે. કાળક્ષયથી પડનારો જે રીતે ચડ્યો હોય તે જ રીતે પડે છે, જ્યાં જ્યાં બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થયો હોય પડતી વખતે ત્યાં ત્યાં તે શરૂ થાય છે. પડતા પડતા પ્રમત્ત ગુણસ્થાનક સુધી પડે. કોઈક જીવ તેની નીચેના બે ગુણસ્થાનક સુધી પણ જાય છે.