________________
૭૧૩
ચૌદ ગુણઠાણા
આમાં પહેલા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાન કરતા પહેલા સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તે બીજા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાન કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા ત્રીજા સમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એ પ્રમાણે ત્યાંસુધી જાણવું કે દ્વિચરમસમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન કરતા ચરમસમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણ વિશુદ્ધ છે. તેના કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એક સમયના આ અધ્યવસાયસ્થાનો પરસ્પર અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિરૂપ ષસ્થાનકમાં પડેલા છે. એકસાથે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાયસ્થાનોની પરસ્પર ભિન્નતારૂપ નિવૃત્તિ પણ છે, એટલે આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક પણ કહેવાય છે. માટે જ મૂળગાથામાં ‘નિવૃત્તિ અનિવૃત્તિ’ એમ કહ્યું છે. ૮
ન
તથા એક સાથે આ ગુણસ્થાનકને પામેલા ઘણા જીવોના અધ્યવસાયસ્થાનોની ભિન્નતારૂપ નિવૃત્તિ નથી એટલે એ જીવોને અનિવૃત્તિ કહેવાય છે. એકસાથે આ ગુણસ્થાનક પર આરૂઢ થયેલા એક જીવનું જે અધ્યવસાયસ્થાન હોય છે તે જ બીજા જીવનું પણ હોય છે. જેનાથી જીવ સંસારમાં ભટકે તે સંપ૨ાય એટલે કષાયોનો ઉદય. જેને બાદર એટલે સૂક્ષ્મ કિટ્ટિરૂપ કરાયેલા કષાયની અપેક્ષાએ સ્થૂલ કષાય હોય તે બાદરસંપરાય. અનિવૃત્તિ એવો બાદરસંપરાય તે અનિવૃત્તિ બાદરસંપરાય. તેનું ગુણસ્થાનક તે અનિવૃત્તિબાદરસંપરાયતે ગુણસ્થાનક. આ પણ અંતર્મુહૂર્તનું જ છે. અંતર્મુહૂર્તના જેટલા સમયો છે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના તેટલા જ અધ્યવસાયસ્થાનો છે, કેમકે એક સમયમાં પ્રવેશેલા બધા જીવોનું એક જ અધ્યવસાયસ્થાન છે. સ્થાપના -
૪થો
જો
રજો
૧લો
સમય
૭
૭
૭
૭
અધ્યવસાયસ્થાનો.
પહેલા સમયથી માંડીને ઉત્તરોત્તર અધ્યવસાયસ્થાનો અનંતગુણવિશુદ્ધ છે એમ જાણવું. તે અનિવૃત્તિબાદરસંપરાય જીવ બે પ્રકારે છે - ક્ષપક અને ઉપશમક. ૯.