________________
૭૧૧
ચૌદ ગુણઠાણા
ઉપરની જેમ કર્તામાં હ્ર પ્રત્યય લાગ્યો. અથવા પ્રમત્ત એટલે પ્રમાદ. તે દારૂ, વિષય, કષાય, નિદ્રા અને વિકથામાંથી કોઈ પણ એક કે બધા રૂપ છે. જેની પાસે પ્રમત્ત હોય તે પ્રમત્ત એટલે પ્રમાદવાળો. ‘ઝબ્રાલિમ્ય:' (સિદ્ધહેમ૦ ૭ારા૪૬) સૂત્રથી ઞ પ્રત્યય લાગ્યો. પ્રમત્ત એવો સંયત તે પ્રમત્તસંયત. તેનું ગુણસ્થાન તે પ્રમત્તસંયત ગુણસ્થાન, એટલે વિશુદ્ધિના અને અવિશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષથી થતો સ્વરૂપભેદ. તે આ પ્રમાણે - દેશવિરતિગુણની અપેક્ષાએ સર્વવિરતિના ગુણોની વિશુદ્ધિ વધુ છે અને અવિશુદ્ધિ ઓછી છે. અપ્રમત્તસંયતના ગુણની અપેક્ષાએ સર્વવિરતિના ગુણોની વિશુદ્ધિ ઓછી છે અને અવિશુદ્ધિ વધુ છે. એમ અન્ય ગુણસ્થાનોમાં પણ આગળ-પાછળના ગુણસ્થાનોની અપેક્ષાએ વિશુદ્ધિ અને અવિશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષની યોજના જાણવી. ૬
પ્રમત્ત ન હોય તે અપ્રમત્ત. અથવા જેની પાસે પ્રમત્ત નથી તે અપ્રમત્ત. અપ્રમત્ત એવા સંયત તે અપ્રમત્તસંયત. તેનું ગુણસ્થાન તે અપ્રમત્તસંયતગુણસ્થાન. ૭
જેનું સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધરૂપ પાંચ પદાર્થોને કરવારૂપ કરણ અપૂર્વ એટલે નવું એટલે પહેલું છે તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે -
(૧) સ્થિતિઘાત - જ્ઞાનાવરણીય વગેરે કર્મોની મોટી સ્થિતિને અપવર્તનાકરણ વડે નાની કરવી તે સ્થિતિઘાત કહેવાય છે.
(૨) રસઘાત જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ઘણા રસને અપવર્તનાકરણ વડે અલ્પ કરવો તે રસઘાત કહેવાય છે.
પૂર્વેના ગુણસ્થાનોમાં વિશુદ્ધિ અલ્પ હોવાથી આ બન્ને ય અલ્પ જ કરતો હતો, અહીં વિશુદ્ધિ પ્રકૃષ્ટ હોવાથી મોટા પ્રમાણવાળા અપૂર્વ સ્થિતિઘાત-૨સઘાત કરે છે.
(૩) ગુણશ્રેણિ - વિશુદ્ધિને લીધે ઉપરની સ્થિતિમાંથી અપવર્તનાકરણ વડે ઉતારેલા દલિકને જલ્દીથી ખપાવવા માટે ઉદયસમયથી ઉ૫૨ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે અસંખ્યગુણ વૃદ્ધિથી ગોઠવવા તે ગુણશ્રેણિ. સ્થાપના - પૂર્વેના ગુણસ્થાનોમાં અવિશુદ્ધ હોવાથી કાળથી લાંબી અને દલિકરચનાને આશ્રયીને પાતળી ગુણશ્રેણિ કરતો હતો, કેમકે અલ્પ દલિકોની અપવર્તના થતી હતી. અહીં વિશુદ્ધ હોવાથી કાળથી નાની અને દલિકરચનાને આશ્રયીને પહોળી અપૂર્વ ગુણશ્રેણિ કરે છે, કેમકે અહીં ઘણા દલિકોની અપવર્તના થાય છે.
(૪) ગુણસંક્રમ - વિશુદ્ધિને લીધે બંધાતી શુભપ્રકૃતિઓમાં નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓના દલિકોને દરેક ક્ષણે અસંખ્યગુણવૃદ્ધિથી સંક્રમાવવા (લઈ જવા) તે ગુણસંક્રમ.