________________
૭૧૬
ચૌદ ગુણઠાણા કોઈક સાસ્વાદન ગુણસ્થાનકે પણ જાય છે. જે ભવક્ષયથી પડે તે પહેલા જ સમયે બંધન વગેરે બધાય કારણોને શરૂ કરે છે, એટલો ફરક છે. ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડે છે. જે બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તેને અવશ્ય તે ભવમાં ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષપકશ્રેણિ હોય પણ છે. સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે – “જે બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તેને અવશ્ય તે ભવમાં ક્ષપકશ્રેણિ નથી, જે એકવાર ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષપકશ્રેણિ હોય પણ છે. આ કાર્મગ્રન્થિકોનો અભિપ્રાય છે. આગમના અભિપ્રાયે તો એક ભવમાં એક જ શ્રેણિ માંડે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે - “આમ દેવ-મનુષ્ય ભવોમાં સમ્યક્ત્વ પતિત ન થયે છતે એક ભવમાં કોઈ પણ એક શ્રેણિ સિવાય બધું પામે. (૧૦૭)” બધુ એટલે દેશવિરતિ વગેરે. બીજે પણ કહ્યું છે – “એકભવમાં આંતરે આંતરે બે વાર મોહનો ઉપશમ થાય. જે ભવમાં મોહનો ઉપશમ થાય તે ભવમાં મોહનો ક્ષય ન થાય.” ૧૧.
તથા જેના કષાયો ક્ષય પામ્યા છે તે ક્ષીણકષાય. તેમાં પહેલા અવિરત સમ્યગૃષ્ટિથી માંડીને અપ્રમત્ત સુધીના ગુણસ્થાનકોમાં અનંતાનુબંધી કષાયોને ખપાવવાનું શરૂ કરે છે. પછી મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયને ખપાવવાનું શરૂ કરે છે. પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ આઠ કષાયોને ખપાવવાનું શરૂ કરે છે. તેમને અડધા ખપાવે છતે જ અતિવિશુદ્ધિને લીધે વચ્ચે જ થીણદ્ધિ ૩ (થીણદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા), નરક ર (નરકગતિ, નરકાનુપૂર્વી), તિર્યંચ ર (તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી), એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એમ સોળ પ્રકૃતિઓ ખપાવે છે. તેમનો ક્ષય થયે છતે આઠ કષાયોનો બાકીનો ભાગ ખપાવે છે. પછી ક્રમશઃ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય વગેરે છે, પુરુષવેદ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયાને ખપાવે છે. આ પ્રકૃતિઓને અનિવૃત્તિબાદરjપરાય ગુણસ્થાનકે ખપાવે છે. સંજ્વલન લોભને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ખપાવે છે. આ ક્ષપકશ્રેણિ છે. સ્થાપના આ પ્રમાણે છે – (પાના નં. ૭૧૭ ઉપર)
વિસ્તારથી ક્ષપકશ્રેણિનું સ્વરૂપ શતકની સ્વોપણ ટીકામાં કહ્યું છે. ત્યાંથી જ તે જાણી લેવું. આમ બીજા ગુણસ્થાનકોને પણ ક્ષીણકષાય કહી શકાય છે, કેમકે ક્યાંક કેટલાક કષાયોનો ક્ષય થયો છે. માટે તેમનો વ્યવચ્છેદ કરવા માટે વીતરાગ લીધા. ક્ષીણકષાયવીતરાગ તો કેવળી પણ છે. માટે તેમના વ્યવચ્છેદ માટે છદ્મસ્થ લીધા. છપ્રસ્થનું ગ્રહણ કરવા પર સરાગીનો વ્યવચ્છેદ કરવા માટે વીતરાગનું ગ્રહણ કર્યું છે. વીતરાગ એવા છદ્મસ્થ તે વીતરાગછદ્મસ્થ. તે તો ઉપશાન્તકષાયવાળા પણ હોય છે. માટે તેમના વ્યવચ્છેદ માટે ક્ષીણકષાય લીધા. ક્ષણિકષાય એવા વીતરાગ છબી તે ક્ષીણકષાયવતીરાગછદ્મસ્થ. તેમનું ગુણસ્થાનક તે ક્ષીણકષાયવીતરાગછબસ્થ ગુણસ્થાનક. ૧૨