________________
૭૧૯
ચૌદ ગુણઠાણા
ઉપર જાય છે તેમ ઉપર લોકના છેડા સુધી જાય છે. જેમ માછલીને ગતિ કરવામાં પાણી સહાયક છે તેમ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક એવું ધર્માસ્તિકાય છે. તે લોકની બહાર ન હોવાથી સર્વકર્મથી મુક્ત થયેલ તે ભગવાન લોકના છેડાની ઉપર જતા નથી. ઉપર જતા તે ભગવાન ઋજુગતિથી, પોતે જેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હોય તેટલા જ આકાશપ્રદેશોમાં ઉપર પણ અવગાહના કરતા કરતા અને વિવક્ષિત સમય સિવાયના બીજા સમયને સ્પર્યા વિના જાય છે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે - ‘જેટલા આકાશપ્રદેશોમાં જીવ અવગાઢ હોય તેટલા આકાશપ્રદેશોની અવગાહના વડે ઉપર ઋજુગતિથી જાય છે, વાંકો જતો નથી, અને બીજા સમયને સ્પર્શતો નથી.’ દુઃષમકાળના અંધકારમાં ડૂબેલા જિનપ્રવચન માટે દીવા સમાન શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ પણ કહ્યું છે -‘જધન્યયોગવાળા પર્યાપ્તા સંશી જીવને જેટલા મનોદ્રવ્યો હોય છે અને તેમનો વ્યાપાર જેટલો હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા મનોયોગનો સમયે સમયે નિરોધ કરતો તે અસંખ્ય સમયોમાં મનનો સંપૂર્ણ નિરોધ કરે છે. (૩૦૫૯, ૩૦૬૦) પર્યાપ્તા બેઇન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા વચનયોગનો સમયે સમયે નિરોધ કરતો તે અસંખ્ય સમયોમાં વચનયોગનો સંપૂર્ણ નિરોધ કરે છે. ત્યાર પછી ઉત્પન્ન થયા પછીના પહેલા સમયે રહેલા સૂક્ષ્મ નિગોદના જીવનો જે જઘન્ય(કાય)યોગ હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા કાયયોગનો સમયે સમયે નિરોધ કરતો અને શરીરના ત્રીજા ભાગને છોડતો તે અસંખ્યસમયોમાં કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી યોગનિરોધ કરેલ તે જીવ શૈલેશીભાવનાને પામે છે. (૩૦૬૧-૩૦૬૪) જેટલા કાળમાં મધ્યમથી પાંચ હ્રસ્વાક્ષરો બોલાય છે તેટલા કાળ સુધી તે શૈલેશી અવસ્થામાં ૨હે છે. (૩૦૬૮) કાયયોગના નિરોધની શરૂઆતથી તે સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ શુક્લધ્યાન કરે છે. શૈલેશીકાળમાં તે વ્યચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન કરે છે. (૩૦૬૯) પૂર્વે અસંખ્યગુણ ગુણશ્રેણિથી રચાયેલું કર્મ સમયે સમયે ખપાવીને ક્રમશઃ તે ત્યાં બધા કર્મોને ખપાવે છે. (૩૦૮૨) ઋજુગતિથી બીજા સમયને નહીં સ્પર્શતો સાકારઉપયોગવાળો તે એકસમયમાં સિદ્ધ થાય છે. (૩૦૮૮)' (વિશેષાવશ્યકભાષ્ય) અયોગીકેવળીનું ગુણસ્થાનક તે અયોગીકેવળીગુણસ્થાનક. ૧૪. (૨)’
ગુરુ આ ચૌદ ગુણઠાણાઓના સ્વરૂપને જાણવામાં અને સમજાવવામાં કુશળ હોય છે.
પ્રતિરૂપ એટલે સુંદર. પ્રતિરૂપ ગુણ છે શરૂમાં જે ગુણોની તે પ્રતિરૂપ વગેરે ગુણો. તે ચૌદ છે. તે આ પ્રમાણે - ૧ પ્રતિરૂપ, ૨ તેજસ્વી, ૩ યુગપ્રધાનાગમ, ૪ મધુરવાક્ય, પ ગંભીર, ૬ ધૃતિમાન, ૭ ઉપદેશ૫૨, ૮ અપ્રતિસ્રાવી, ૯ સૌમ્ય, ૧૦ સંગ્રહશીલ, ૧૧