________________
૭૨૦
પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો અભિગ્રહમતિક, ૧૨ અવિકલ્થન, ૧૩ અચપલ અને ૧૪ પ્રશાંત દય. ઉપદેશમાળામાં અને સિદ્ધર્ષિગણિએ કરેલ તેની વૃત્તિમાં કહ્યું છે -
હવે ગુરુનું સ્વરૂપ કહે છે –
ગાથાર્થ - આચાર્ય પ્રતિરૂપ, તેજસ્વી, યુગપ્રધાનઆગમે, મધુરવાક્ય, ગંભીર, ધૃતિમાન અને ઉપદેશપર હોય છે. અપ્રતિસ્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહમતિ, અવિન્દન, અચપળ અને પ્રશાંત હૃદયવાળા-આચાર્ય આવા હોય છે. (૧૦,૧૧).
ટીકાર્થ - (૧) પ્રતિરૂપ - અવયવોની વિશિષ્ટ રચનાથી જેમનું ચોક્કસરૂપ હોય તે પ્રતિરૂપ એટલે સુંદર અંગવાળા. આનાથી શરીરસંપત્તિ કહી. અથવા શ્રેષ્ઠ ગુણોવાળા હોવાથી તીર્થકર વગેરેની બુદ્ધિ પેદા કરે છે. તેથી તીર્થકર વગેરેના પ્રતિબિંબ જેવા.
(૨) તેજસ્વી - તેજસ્વી એટલે દીપ્તિવાળા. (૩) યુગપ્રધાનાગમ - વર્તમાનકાળે શેષ જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા. (૪) મધુવાક્ય - મીઠા વચનો બોલનારા. (૫) ગંભીર - તુચ્છ ન હોય, એટલે જેમના હૃદયના ભાવ બીજા જાણી ન શકે તેવા. (૬) ધૃતિમાન – ધીરજવાળા એટલે જેમનું મન વિચલિત ન થાય તેવા. (૭) ઉપદેશપર - સારા વચનોથી બીજાને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનારા.
(૮) અપ્રતિસ્રાવી - જેમ છિદ્ર વિનાનું પથ્થરનું ભાજન પાણીને ઝરતું નથી તેમ જ બીજાએ કહેલ પોતાની ગુપ્ત વાતો અન્યને કહેતા નથી તેવા.
(૯) સૌમ્ય - શરીરના આકારથી જ આહલાદ કરાવનારા.
(૧૦) સંગ્રહશીલ - તે તે ગુણોની અપેક્ષાએ શિષ્યો માટે વસ્ત્ર, પાત્રા વગેરેનો સંગ્રહ કરવામાં તત્પર. આવા ગુરુ ગણની વૃદ્ધિમાં કારણ હોય છે.
(૧૧) અભિગ્રહમતિ - દ્રવ્ય વગેરે સંબંધી જુદા જુદા નિયમો પોતે ગ્રહણ કરવાના અને બીજાને ગ્રહણ કરાવવાના ભાવવાળા.
(૧૨) અવિકલ્થન - બહુ નહીં બોલનારા, અથવા પોતાની પ્રશંસા નહીં કરનારા. (૧૩) અચપલ - સ્થિર સ્વભાવવાળા. (૧૪) પ્રશાંતહૃદય - ક્રોધ વગેરેથી નહીં સ્પર્ધાયેલા મનવાળા. (૧૦, ૧૧)”