________________
આઠ પ્રકારના સૂક્ષ્મજીવો
૭૨૧ ગુરુ આ પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી વિભૂષિત હોય છે.
સૂક્ષ્મ એટલે સૂક્ષ્મજીવો. તે આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ સ્નેહસૂક્ષ્મ, ૨ પુષ્પસૂક્ષ્મ, ૩ પ્રાણિસૂક્ષ્મ, ૪ ઉરિંગસૂક્ષ્મ, ૫ પનકસૂક્ષ્મ, ૬ બીજસૂક્ષ્મ, ૭ હરિતસૂક્ષ્મ અને ૮ અંડસૂક્ષ્મ, દશવૈકાલિક સૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - “સ્નેહ, પુષ્પસૂક્ષ્મ, પ્રાણ, ઉરિંગ, પનક, બીજ, હરિત અને આઠમું અંડસૂક્ષ્મ. (૮/૧૫) ટીકાર્ય - આઠ સૂક્ષ્મો આ પ્રમાણે છે -
(૧) સ્નેહસૂક્ષ્મ અવશ્યાય = ઝાકળ, હિમ-બરફ, મહિકા = ધૂમ્મસ, કરક = કરા, હરતનુ = ઘાસ વગેરેના અગ્રભાગ ઉપર જમીનમાંથી આવીને રહેલા પાણીના ટીપાં.
(૨) પુષ્પસૂક્ષ્મઃ વડ, ઉદુમ્બરના પુષ્પો. તે પુષ્પો વડાદિના જ વર્ણવાળા હોય છે, એટલે પુષ્પ તરીકે ન જણાય.
(૩) પ્રાણીસૂક્ષ્મ અનુદ્ધરિ કુન્યુ. આ જીવ હલે તો ખબર પડે. પણ સ્થિર હોય તો સૂક્ષ્મ હોવાથી ખબર ન પડે.
(૪) ઉરિંગસૂક્ષ્મઃ કીડીનાં નગરા. તેમાં કીડીઓ અને બીજા સૂક્ષ્મજીવો હોય છે.
(૫) પનકસૂક્ષ્મઃ ચોમાસાનાં સમયમાં જમીન, લાકડા વગેરે ઉપર પાંચવર્ણવાળી અને તે જમીન વગેરે દ્રવ્યમાં જ લાગેલી (એકમેક જેવી બનેલી) નિગોદ.
(૬) બીજસૂક્ષ્મઃ શાલિ વગેરે બીજના મુખના મૂળમાં (મુખના મુખ્ય ભાગમાં) કણિકા = કણ હોય છે. જે લોકમાં તુષમુખ (ફોતરાનું મુખ) કહેવાય છે.
(૭) હરિતસૂક્ષ્મ? તે અત્યંત નવી ઊગેલી પૃથ્વીના જેવા જ વર્ણવાળી વનસ્પતિ છે. (મોટી થાય પછી અલગ તરી આવે...)
(૮) અંડસૂક્ષ્મ : માખી, કીડી, ગિરોળી, બ્રાહ્મણી (ત્રસજીવ વિશેષ), કૃકલાસ = કાચીંડો વગેરેના ઈંડા રૂપ લેવું. (૧૫)
ગાથાર્થ - આ પ્રમાણે સંયત સર્વભાવથી આને જાણે. સર્વેન્દ્રિયસમાહિત અપ્રમત્ત સાધુ નિત્ય યત્ન કરે. (૮/૧૬)
ટીકાર્ય - સૂત્રને અનુસારે કહેવાયેલા પ્રકારથી આ સૂક્ષ્મોને જાણીને સાધુ સર્વભાવથી યત્ન કરે. એમાં સર્વમાન = શક્તિને અનુરૂપ એવા સ્વરૂપસંરક્ષણાદિ વડે. (હેતુ, સ્વરૂપ