________________
૭૨૨
આઠ પ્રકારના સૂફમજીવો અને અનુબંધ એમ ત્રણ પ્રકારે હિંસા હોય છે અને ત્રણ પ્રકારે અહિંસા પણ હોય છે. એમાં સ્વરૂપનું = તે તે જીવના શરીરનું સંરક્ષણ કરવું તે સ્વરૂપસંરક્ષણ કહેવાય. કવિ શબ્દથી અનુબંધ સંરક્ષણાદિ લઈ શકાય. આ સ્વરૂપસંરક્ષણાદિ એ પોતાની શક્તિને અનુરૂપ કરવાના છે.)
એ સાધુનાં વિશેષણો આ પ્રમાણે છે. અપ્રમત્ત = નિદ્રાદિ પ્રમાદોથી રહિત. સર્વેન્દ્રિયસમાહિત એટલે શબ્દાદિમાં રાગદ્વેષને ન પામતો. આવો સાધુ સર્વકાળ મન, વચન, કાયાથી સંરક્ષણનો યત્ન કરે. (૮/૧૬) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ આઠ સૂક્ષ્મોનો બીજાને સારી રીતે ઉપદેશ આપે છે.
આમ છત્રીસ ગુણોરૂપી ધનથી શ્રીમંત એવા ગુરુ જગતના ભાવદારિયને દૂર કરો. (૧૮)
આમ સત્તરમી છત્રીસી પૂર્ણ થઈ.
___आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥
જેમ હરણ ઝાંઝવાના નીરની પાછળ દોડે છે તેમ આત્મામાં જ મહેનત વિનાનું સુખ ખૂબ જ નજીક હોવા છતાં તે મૂઢ શા માટે બહાર ખેદ પામે છે? प्रियाप्रियव्यवति-वस्तुनो वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥
આ વસ્તુમાં પ્રિય અને અપ્રિયનો વ્યવહાર થાય છે તે વાસનાને (ભાવનાને) લીધે. શરીરમાંથી પેદા થયા હોવા છતાં પુત્ર પ્રિય છે અને જૂ-લીખ પ્રિય નથી. नष्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥
જેમ વસનો નાશ થવા પર માણસ પોતાનો નાશ થયેલો નથી માનતો તેમ પંડિત પોતાનું શરીર નાશ પામવા છતાં પણ પોતાનો નાશ થયેલો નથી માનતો.