________________
૭૧૪
ચૌદ ગુણઠાણા તથા જેને કિટ્ટિરૂપે કરાયેલા લોભકષાયના ઉદયરૂપ સૂક્ષ્મ કષાય હોય છે તે સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારનો છે – ક્ષપક કે ઉપશમક, કેમકે તે એક લોભકષાયનો ક્ષય કે ઉપશમ કરે છે. તેનું ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. ૧૦
તથા જેનાથી આત્માના કેવળજ્ઞાન અને કેવળદર્શન ઢંકાય છે તે છદ્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મોનો ઉદય, કેમકે આ ચાર કર્મોનો ઉદય હોય ત્યાં સુધી કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થતું નથી અને તેમના નાશ પછી ઉત્પન્ન થાય છે. છબમાં રહે તે છબસ્થ. તે સરાગી પણ હોય છે. માટે તેને દૂર કરવા વિતરાગ લીધો. જેનો માયા અને લોભકષાયના ઉદયરૂપ રાગ ચાલ્યો ગયો છે તે વીતરાગ. વીતરાગ એવો છદ્મસ્થ તે વીતરાગછધી. તે ક્ષય પામેલા કષાયોવાળા પણ હોય છે, કેમકે તેનો પણ ઉપર કહેલા સ્વરૂપવાળો રાગ ચાલ્યો ગયો છે. માટે તેનો વ્યવચ્છેદ કરવા ઉપશાંતકષાય લીધો. ‘ષ શિષ' વગેરે દંડક ધાતુ હિંસા અર્થવાળા છે. જેમાં જીવોની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સંસાર. જેનાથી જીવો સંસારમાં જાય છે તે ક્રોધ વગેરે કષાયો. જેણે કષાયોને ઉપશાંત કર્યા એટલે કે આત્મા ઉપર રહેલા કષાયોને સંક્રમણ, ઉદ્વર્તન વગેરે કરણો તથા ઉદયને અયોગ્ય બનાવ્યા તે ઉપશાંતકષાય. ઉપશાંતકષાય એવો વિતરાગછદ્મસ્થ તે ઉપશાંતકષાયવીતરાગછદ્મસ્થ. તેનું ગુણસ્થાનક તે ઉપશાંતકષાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનક. તેમાં અવિરતસમ્યગ્દષ્ટિથી માંડીને અનંતાનુબંધી કષાયો ઉપશાંત થયા છે. ઉપશમશ્રેણિની શરૂઆતમાં અવિરત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત જીવ અનંતાનુબંધી કષાયોને ઉપશમાવીને ત્રણ દર્શનમોહનીયને ઉપશમાવે છે. તેના ઉપશમ પછી પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકોમાં સેંકડોવાર પરિવર્તન કરીને પછી અપૂર્વકરણ ગુણસ્થાનક પછી અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે ચારિત્રમોહનીયમાં પહેલા નપુંસકવેદને ઉપશમાવે છે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે, પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સારૂપ છના સમૂહને એકસાથે ઉપશમાવે છે, પછી પુરુષવેદને ઉપશમાવે છે, પછી એકસાથે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને ઉપશમાવે છે, પછી સંજવલનક્રોધને ઉપશમાવે છે, પછી એકસાથે અપ્રત્યાખ્યાનાવરણ માન અને પ્રત્યાખ્યાનાવરણ માનને ઉપશમાવે છે, પછી સંજવલન માનને ઉપશમાવે છે, પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માયા અને પ્રત્યાખ્યાનાવરણ માયાને ઉપશમાવે છે, પછી સંજવલન માયાને ઉપશમાવે છે, પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ લોભ અને પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે છે, પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભને ઉપશમાવે છે. આ ઉપશમશ્રેણિ છે. સ્થાપના આ પ્રમાણે છે -