________________
૭૧૨
ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ કરે છે.
(૫) સ્થિતિબંધ - પૂર્વે અશુદ્ધ હોવાથી કર્મોની લાંબી સ્થિતિને બાંધતો હતો. અહીં વિશુદ્ધ હોવાથી જ કર્મોની ટૂંકી સ્થિતિને બાંધે છે. તે સ્થિતિબંધ.
આ અપૂર્વકરણવાળો જીવ બે પ્રકારનો છે - ક્ષપક અને ઉપશમક. કર્મોને ખપાવવા અને ઉપશમાવવાને યોગ્ય હોવાથી આ પ્રમાણે કહેવાય છે, જેમ રાજ્યને યોગ્ય કુમાર રાજા કહેવાય છે તેમ. આ જીવ કર્મોને ખપાવતો કે ઉપશમાવતો નથી. અપૂર્વકરણવાળા જીવનું ગુણસ્થાન તે અપૂર્વકરણ ગુણસ્થાન.
આ ગુણસ્થાનને પામેલા ત્રણે કાળના જુદા જુદા જીવોની અપેક્ષાએ સામાન્યથી અસંખ્ય લોકકાશપ્રદેશ જેટલા અધ્યવસાયસ્થાનો છે. તે કેવી રીતે હોય છે ? એ શિષ્યો પર કૃપા કરવા માટે વિશેષથી જણાવાય છે - આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. તેમાં પહેલા સમયને પણ જેઓ પામ્યા, જેઓ પામે છે અને જેઓ પામશે તેમની અપેક્ષાએ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીના અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયસ્થાનો મળે છે, કેમકે પામનારા ઘણા છે અને અધ્યવસાયો વિચિત્ર છે, એમ વિચારવું.
ચૌદ ગુણઠાણા
પ્રશ્ન - જો ત્રણે કાળની અપેક્ષા કરાય છે તો આ ગુણસ્થાનકને પામેલા જીવોના અનંતા અધ્યવસાયો કેમ ન થાય ? કેમકે અનંતા જીવો પામ્યા છે અને અનંતા જીવો જ પામશે.
જવાબ - તમારી વાત સાચી છે. આવું થાય જો આ ગુણસ્થાનકને સ્વીકારનારા બધા જીવોના જુદા જુદા જ અધ્યવસાયસ્થાનો હોય, પણ તેવું નથી, કેમકે ઘણા જીવો એક અધ્યવસાયસ્થાનમાં રહેલા છે.
પછી બીજા સમયે પહેલા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. ત્રીજા સમયે બીજા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. ચોથા સમયે ત્રીજા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. એમ ચરમ સમય સુધી જાણવું. સ્થાપના કરાતા આ અધ્યવસાયસ્થાનો વિષમ ચોરસ ક્ષેત્રમાં વ્યાપે છે. તે આ પ્રમાણે -
૪થો
૩જો
૨જો
૧લો
સમય
૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦
0000000
૦૦૦૦૦
અધ્યવસાયસ્થાનો