________________
ચૌદ ગુણઠાણા
૭૦૯ પુરસ્કૃત જીવને અનિવૃત્તિકરણ હોય છે.
આ અંતરકરણ કર્યું છતે તે જીવને મિથ્યાત્વકર્મની બે સ્થિતિ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તપ્રમાણ પહેલી સ્થિતિ અને તે જ અંતરકરણથી ઉપરની બાકીની બીજી સ્થિતિ. સ્થાપના - તેમાં પહેલી સ્થિતિમાં એ જીવ મિથ્યાત્વના દલિકો વેદતો હોવાથી મિથ્યાદષ્ટિ જ છે. અંતર્મુહૂર્ત પછી તે પહેલી સ્થિતિ ભોગવાઈ જતા અંતરકરણના પહેલા સમયે જ એ ઔપશમિક સમ્યકત્વ પામે છે, કેમકે ત્યાં મિથ્યાત્વના દલિકોનો ઉદય હોતો નથી. જેમ વનનો દાવાનળ પૂર્વે જ્યાં ઇન્ધન બળી ગયું હોય એવા કે ઉખર દેશને પામીને બુઝાઈ જાય છે, તેમ થવાથી તે જીવને ઔપથમિકસમ્યક્ત્વનો લાભ થાય છે. કહ્યું છે કે, ‘દાવાનળ ઉખરભૂમિને અને બળેલા પ્રદેશને પામીને બુઝાઈ જાય છે. એમ મિથ્યાત્વમોહનયના ઉદયનો અભાવ થવા પર જીવ ઉપશમસમ્યકત્વ પામે છે. (૨૭૩૪)' (વિશેષા)
શ્રેષ્ઠ ભંડારના લાભ સમાન, અંતર્મુહૂર્તના તે ઉપશાન્તકાળમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી હોય ત્યારે કોઈક જીવને મોટો ભય આવવારૂપ અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેના ઉદયમાં રહેલો આ જીવ સાસ્વાદન સમ્યગૃષ્ટિગુણસ્થાને રહેલો છે. અથવા ઉપશમશ્રેણિથી પડનારો કોઈક જીવ સાસ્વાદનપણું પામે છે. ત્યાર પછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થવાથી એ જીવ મિથ્યાદષ્ટિ થાય છે. ૨
જેની દૃષ્ટિ સાચી અને ખોટી છે તે સમ્યગ્મધ્યાદૃષ્ટિ. તેનું ગુણસ્થાન તે સમ્યગુમિથ્યાદષ્ટિ ગુણસ્થાન. ઉપર કહેલ વિધિથી મળેલ, વિશેષ પ્રકારના ઔષધ જેવા,
ઔપથમિક સમ્યક્ત્વ વડે ધતૂરાવાળા કોદરા જેવા મોહનીયકર્મને શુદ્ધ કરીને તેના ત્રણ ભાગ કરે છે. તે આ પ્રમાણે – શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ. સ્થાપના - AAAતે ત્રણ પુંજોમાંથી જો અર્ધવિશુદ્ધ પુંજ ઉદયમાં આવે છે તો તેના ઉદયથી જીવને ભગવાને કહેલા તત્ત્વો પરની અર્ધવિશુદ્ધ શ્રદ્ધા થાય છે. તેથી એ જીવ અંતર્મુહૂર્ત માટે સમ્યમ્મિગ્ગાદષ્ટિગુણસ્થાનની સ્પર્શના કરે છે. ત્યારપછી તે અવશ્ય સમ્યકત્વ કે મિથ્યાત્વ પામે છે. ૩
તથા અટકવું તે વિરત, નપુંસકલિંગમાં રુ પ્રત્યય લાગ્યો છે. વિરત એટલે સાવઘયોગના પચ્ચકખાણ. તેને જાણે નહીં, સ્વીકારે નહીં અને તેના પાલન માટે યત્ન ન કરે એ ત્રણ પદોના આઠ ભાંગા થાય. સ્થાપના -
જાણે નહીં | સ્વીકારે નહીં | પાળે નહીં.' જાણે નહીં | સ્વીકારે નહીં | પાળે. | જાણે નહીં | સ્વીકારે | | પાળે નહીં.'