________________
ચૌદ ગુણઠાણા
૭૦૭ વગેરે રૂપ છે, તે વિપરીત દૃષ્ટિમાં શી રીતે હોય?
જવાબ - અહીં જો કે બધી રીતે અતિ પ્રબળ મિથ્યાત્વમોહનીયના ઉદયથી જીવને અરિહંત પ્રભુએ કહેલી જીવ, અજીવ વસ્તુઓના જ્ઞાનરૂપ દષ્ટિ વિપરીત હોય છે છતાં પણ મનુષ્ય, પશુ વગેરેનો બોધ વિપરીત નથી હોતો, તેથી નિગોદાવસ્થામાં પણ તેવા પ્રકારના અવ્યક્તસ્પર્શમાત્રનું અવિપરીત જ્ઞાન હોય છે, નહીંતર જીવ અજીવ બની જવાનો પ્રસંગ આવે. આગમમાં કહ્યું છે કે, “બધા જીવોને અક્ષરનો અનંતમો ભાગ હંમેશા ખુલ્લો હોય છે. જો તે પણ આવરાઈ જાય તો જીવ અજીવપણું પામે (નંદીસૂત્ર)'. તે આ પ્રમાણે – ઊંચા અને ઘણા વાદળોના સમૂહથી સૂર્ય-ચંદ્રના કિરણોના સમૂહ ઢંકાવા છતાં પણ તેમની પ્રભાનો સંપૂર્ણપણે નાશ નથી થતો, કેમકે જો સંપૂર્ણપણે નાશ થાય તો દરેક જીવને પ્રસિદ્ધ એવો દિવસરાતનો વિભાગ ન થવાનો પ્રસંગ આવે. કહ્યું છે કે, “ઘણા વાદળોના ઉદયમાં પણ ચંદ્ર-સૂર્યની પ્રભા હોય છે.” એમ અહીં પણ પ્રબળ મિથ્યાત્વના ઉદયમાં પણ કોઈક દૃષ્ટિ (બોધ) અવિપરીત પણ હોય છે, તેની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ ગુણસ્થાનનો સંભવ છે.
પ્રશ્ન - જો આમ હોય તો એને મિથ્યાદષ્ટિ જ શા માટે કહ્યો ? કેમકે મનુષ્ય, પશુ વગેરેના બોધની અપેક્ષાએ કે છેવટે નિગોદાવસ્થામાં તેવા પ્રકારના અવ્યક્ત સ્પર્શ માત્રના બોધની અપેક્ષાએ તે સમ્યગૃષ્ટિ પણ છે.
જવાબ - આ દોષ નથી આવતો, કેમકે અરિહંત ભગવંતે કહેલા દ્વાદશાંગીના બધા અર્થોની શ્રદ્ધા કરવા છતાં પણ જો તેમણે કહેલા એક પણ અક્ષરની શ્રદ્ધા ન કરે તો પણ એને મિથ્યાદષ્ટિ કહેવાય છે, કેમકે તેને સર્વજ્ઞ ભગવાન ઉપર વિશ્વાસ નથી. કહ્યું છે કે, “સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષરની પણ જે શ્રદ્ધા નથી કરતો તે બાકી બધાની શ્રદ્ધા કરતો હોવા છતાં જમાલીની જેમ મિથ્યાદષ્ટિ છે. (૧૬૭)” (બૃહત્સંગ્રહણી) તો પછી જે અરિહંત ભગવંતે કહેલી જીવ, અજીવ વગેરે બધી વસ્તુઓના બોધ વિનાનો હોય તેનું તો શું કહેવું? અર્થાત્ તે તો અવશ્ય મિથ્યાદષ્ટિ જ છે. ૧
ઔપથમિકસમ્યકત્વના લાભારૂપ આયને જે દૂર કરે છે તે આસાદન, એટલે કે અનંતાનુબંધી કષાયનો ઉદય. અહીં પૃષોદરાદિ સમાસ થયો હોવાથી ય શબ્દનો લોપ થયો છે, “ દુન' એ સૂત્રથી કર્તામાં મન પ્રત્યય લાગે છે. અનંતાનુબંધી કષાયનો ઉદય થયે છતે પરમ આનંદરૂપ અનંત સુખના ફળને આપનારો, મોક્ષવૃક્ષના બીજરૂપ એવો ઔપશમિક સમ્યકત્વનો લાભ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી દૂર થાય છે. તેથી જે આસાદનથી સહિત હોય તે સાસાદન. જેની જિનેશ્વર ભગવાને કહેલ વસ્તુઓના બોધરૂપ દષ્ટિ સાચી છે તે સમ્યગુદષ્ટિ. સાસાદન એવો સમ્યગુદૃષ્ટિ. તે