________________
સત્તરમી છત્રીસી
હવે સત્ત૨મી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - ચૌદ ગુણઠાણાઓમાં હોંશિયાર, પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી યુક્ત અને આઠ પ્રકારના સૂક્ષ્મોનો ઉપદેશ આપનાર - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૮)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ગુરુ ચૌદ ગુણઠાણાઓનું સ્વરૂપ સ્વયં બરાબર જાણે છે અને બીજાને તે બરાબર સમજાવે છે. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતા જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપભેદરૂપ ગુણઠાણા છે. ષડશીતિ નામના ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે –
‘જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જીવના વિશેષ પ્રકારના સ્વભાવો તે ગુણો. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી કરાયેલો ગુણોનો સ્વરૂપભેદ તે સ્થાન. જેમાં ગુણો ૨હે તે સ્થાન એવી ‘સ્થાન’ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ગુણોના સ્થાનો તે ગુણસ્થાનો તે પરમપદરૂપી મહેલના શિખર ઉપર ચઢવા માટે પગથિયા સમાન છે. (૧)’
ગુણઠાણા ચૌદ છે. તે આ પ્રમાણે - ૧ મિથ્યાર્દષ્ટિ ગુણઠાણું, ૨ સાસ્વાદનસમ્યગ્દષ્ટ ગુણઠાણું, ૩ સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણઠાણું, ૪ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણું, પ દેશવિરતિ ગુણઠાણું, ૬ પ્રમત્તસંયતગુણઠાણું, ૭ અપ્રમત્તસંયત ગુણઠાણું, ૮ અપૂર્વકરણ ગુણઠાણું, ૯ અનિવૃત્તિબાદ૨સં૫રાય ગુણઠાણું, ૧૦ સૂક્ષ્મસંપરાય ગુણઠાણું, ૧૧ ઉપશાન્તકષાયવીતરાગછદ્મસ્થ ગુણઠાણું, ૧૨ ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ ગુણઠાણું, ૧૩ સયોગીકેવલી ગુણઠાણું અને ૧૪ અયોગીકેવલી ગુણઠાણું. કર્મસ્તવ નામના બીજા કર્મગ્રંથમાં આ ચૌદ ગુણઠાણા કહ્યા છે. ચૌદ ગુણઠાણાઓનું સ્વરૂપ ષડશીતિભાષ્યમાં સંક્ષેપથી આ રીતે બતાવ્યું છે –
-
‘જિનેશ્વર ભગવાને કહેલા જીવ વગેરે પદાર્થોમાં જે અશ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, જે વિપરીત પ્રરૂપણા, જે શંકા કરવી, તે પદાર્થોમાં જે અનાદર - તે પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. તેની