________________
ચૌદ ગુણઠાણા
૭૦૬
દૃષ્ટિ (માન્યતા) તે મિથ્યાદષ્ટિ. (૧, ૨)
ઉપશમકાળમાં રહેલો, મિથ્યાત્વને નહીં પામેલો, મિથ્યાત્વે જવાના મનવાળો, સમ્યક્ત્વનું આસ્વાદન કરતો, તે સાસ્વાદન જાણવો. (૩)
જેમ વિષમ વગેરે ભાવથી યુક્ત એવા ગોડ-દહી વગેરે ખાનારાને તે મિશ્ર થાય તેમ બન્ને (સમ્યક્ત્વ-મિથ્યાત્વ) દૃષ્ટિઓ હોવાથી મિશ્રદૃષ્ટિ છે. (૪)
જેને ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં કર્મના કારણે થોડી પણ વિરતિ નથી તે અવિરત એમ કહેવાય છે. દેશથી વિરતિ હોય તેને દેશવિરતિ કહેવાય છે. (૫)
વિકથા, કષાય, નિદ્રા, શબ્દાદિ વિષયોમાં રક્ત સાધુ પ્રમત્ત છે. પાંચ અને ત્રણ ગુષ્ટિવાળો અપ્રમત્ત સાધુ જાણવો. (૬)
જે અપૂર્વ અપૂર્વ સ્થિતિખંડ, રસખંડ અને તેમના ઘાતને કરે છે તે અપૂર્વકરણ છે. (૭) જેમાં એકસાથે પ્રવેશેલાની પણ પરસ્પર વિશુદ્ધિ ભિન્ન-ભિન્ન છે તે નિવૃત્તિસ્થાન છે. તેનાથી વિપરીત હોવાથી અનિવૃત્તિ છે. (૮)
લોભના સ્થૂલ ખંડોને વેદના૨ો બાદર સંપરાય જાણવો. લોભના સૂક્ષ્મ ખંડોને વેદનારો સૂક્ષ્મસં૫રાય જાણવો. મોહનીય ઉપશાંત થવાથી ઉપશાંત છે. (૯)
મોહનીયનો ક્ષય થયે છતે ક્ષીણકષાય છે. યોગનો પ્રયોગ કરે તે સયોગી. યોગનો પ્રયોગ ન કરે તે અયોગી છે. (૧૦)
ચૌદ ગુણઠાણાઓનું વિસ્તૃત સ્વરૂપ બીજા કર્મગ્રન્થની વૃત્તિમાંથી જાણી લેવું. તે આ
પ્રમાણે છે –
‘તેમાં ગુણો એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જીવના વિશેષ સ્વભાવો. સ્થાન એટલે શુદ્ધિના અને અવિશુદ્ધિના પ્રકર્ષ (વધવું) અને અપકર્ષ (ઘટવું)થી કરાયેલો ગુણોનો સ્વરૂપભેદ. ‘જેમાં ગુણો રહે તે સ્થાન' એવી વ્યુત્પત્તિને આશ્રયીને સ્થાન શબ્દ બન્યો છે. ગુણોનું સ્થાન તે ગુણસ્થાન. ધતૂરો ખાધેલ પુરુષને જેમ સફેદ વસ્તુમાં પીળા રંગનું જ્ઞાન થાય છે તેમ જેની ભગવાને કહેલી જીવ, અજીવ વગેરે વસ્તુઓના બોધ રૂપ દૃષ્ટિ મિથ્યા એટલે કે વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ. તેનું ગુણસ્થાન એટલે કે અવિશુદ્ધિના પ્રકર્ષ (વધવું) અને વિશુદ્ધિના અપકર્ષ (ઘટવું)થી કરાયેલ જ્ઞાન વગેરે ગુણોનું વિશેષ સ્વરૂપ તે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન.
પ્રશ્ન - જો જીવ મિથ્યાષ્ટિ છે તો શી રીતે તેને ગુણસ્થાન સંભવે, કેમકે ગુણો જ્ઞાન