________________
ચૌદ ગુણઠાણા
સાસાદનસમ્યદૃષ્ટિ. તેનું ગુણસ્થાન તે સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. અથવા સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાન એવો પાઠ છે. ત્યાં જે સમ્યક્ત્વરૂપી રસના આસ્વાદન (ચાખવું)થી સહિત હોય તે સાસ્વાદન. જેમ ખાધેલ ખીર પ્રત્યે ખરાબ મનવાળો પુરુષ તેને વમતી વખતે ખીરના રસને ચાખે છે તેમ મિથ્યાત્વે જવાની તૈયારીવાળો હોવાથી
७०८
સમ્યક્ત્વની ઉપર ખરાબ મનવાળો થયેલો આ જીવ પણ સમ્યક્ત્વને વમતી વખતે તેના રસને ચાખે છે. તેથી સાસ્વાદન એવા સમ્યગ્દષ્ટનું ગુણસ્થાન તે સાસ્વાદનસમ્યષ્ટિગુણસ્થાન. આ ગુણસ્થાન આ રીતે થાય છે -
અસંખ્ય
અહીં ગંભી૨ અને અપાર એવા સંસારસાગરમાં રહેલો જીવ મિથ્યાત્વને લીધે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત લાખો દુઃખો અનુભવીને કોઈક રીતે તથાભવ્યત્વ પાકી જવાથી પર્વત પરથી પડતી નદીમાં રહેલો પથ્થર જેમ ગબડતો ગબડતો ગોળ થઈ જાય છે તેમ અનાભોગથી થયેલ યથાપ્રવૃત્તકરણ વડે એટલે કે ‘અહીં કરણ એટલે પરિણામ.’ એવા વચનથી વિશેષપ્રકારના અધ્યવસાય વડે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય વગેરે બધા કર્મોની સ્થિતિ ૧ કોડાકોડીસાગરોપમ – પલ્યોપમ પ્રમાણ કરે છે. ત્યારે જીવને કર્મથી પેદા થયેલ ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ કર્કશ, ગાઢ, લાંબા કાળથી રૂઢ થયેલ, ગૂઢ, વાંકી ગાંઠ જેવી, દુ:ખેથી ભેદી શકાય એવી, પૂર્વે નહીં ભેદાયેલી એવી ગાઠ થાય છે. કહ્યું છે કે, ‘તેને પણ થોડું ખપાવે છતે ત્યારે જીવને પૂર્વે નહીં ભેદાયેલ ગાંઠ થાય છે એમ જિનેશ્વરો કહે છે.’ (ધર્મસંગ્રહ ૭૫૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ ૩૨) ‘ગાંઠ એટલે જીવનો ખૂબ મુશ્કેલીથી ભેદાય તેવો, કર્કશ-ગાઢ-રૂઢ-ગૂઢ ગાંઠ જેવો, કર્મથી પેદા થયેલ એવો ગાઢ રાગ-દ્વેષનો પરિણામ.’ (વિશેષા૰ ૧૧૯૫)
આ ગાંઠ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અનંતવાર આવે છે. આવશ્યકની ટીકામાં કહ્યું છે, ‘યથાપ્રવૃત્તિકરણથી ગાંઠને પામીને અરિહંત વગેરેના ઐશ્વર્યને જોઈને કે બીજા કોઈ કારણથી પ્રવર્તનારા કોઈક અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે, બીજો લાભ થતો નથી.'
ત્યાર પછી જેનું મોક્ષનું સુખ નજીકમાં હોય એવો, જેનો ઘણો અને દુઃખેથી વારી શકાય એવો વીર્યનો વિસ્તાર ઉલ્લસિત થયો હોય એવો કોઈક જ મહાત્મા કુહાડીની તીક્ષ્ણ ધાર જેવી શ્રેષ્ઠ વિશુદ્ધિથી ઉ૫૨ કહેલ સ્વરૂપવાળી ગાંઠને ભેદીને મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણથી ઉ૫૨ અંતર્મુહૂર્ત ઓળંગીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ રૂપ વિશુદ્ધિથી પેદા થયેલ સામર્થ્યથી તે પ્રદેશમાં વેદવા યોગ્ય દલિકના અભાવરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનો આ ક્રમ છે, ‘ગાંઠ સુધી પહેલુ કરણ (યથાપ્રવૃત્તિકરણ) છે, ગાંઠને ઓળંગતા બીજુ કરણ (અપૂર્વકરણ) છે, સમ્યક્ત્વ