________________
બાર ભિક્ષુપ્રતિમા ધૃતિરૂપ માનસિક એ બન્ને બળનો અભ્યાસ કરે. (૧૪૦૬)' (પંચવસ્તુક)
આ બળ અભ્યાસથી થાય છે. (દશાશ્ર. અ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે કે :
એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી શરીરબળ પણ થાય છે. આ વિષયમાં લેખક, મલ્લ, અશ્વ, બાળક અને યોગના જાણકારોના દષ્ટાંતો છે, અર્થાત્ જેમ લંખક વગેરે અભ્યાસથી પોતપોતાની ક્રિયામાં પ્રવીણ થાય છે તેમ અભ્યાસથી શરીરબળ થાય છે. (૧)
(૫) ઘડાયેલઃ ગચ્છમાં જ રહીને પ્રતિમાકલ્પના આહારાદિ સંબંધી પરિકર્મમાં (=અભ્યાસમાં કે તુલનામાં) ઘડાઈ ગયો હોય. કહ્યું છે કે :
પ્રતિમાકલ્પ સમાન તે મહાત્મા ગચ્છમાં જ રહીને આહારસંબંધી અને ઉપધિસંબંધી એમ બે પ્રકારનું પરિકર્મ કરે છે, પછી પ્રતિમાકલ્પનો સ્વીકાર કરે છે. (૧૪૧૧)” (પંચવસ્તુક).
આહારાદિ સંબંધી પરિકર્મ પછી જણાવવામાં આવશે. પરિકર્મનું કાલપરિમાણ આ પ્રમાણે છે :- પ્રારંભની સાત પ્રતિમાઓમાં જે પ્રતિમાનો જેટલો કાળ છે તેટલો જ કાળ તેના પરિકર્મનો છે. તથા વર્ષાકાળમાં આ સાત પ્રતિમાઓનો સ્વીકાર ન કરે, અને પ્રતિકર્મ પણ ન કરે. પહેલી બે એક જ વર્ષમાં કરે. ત્રીજી-ચોથી એક એક વર્ષમાં કરે. બાકીની ત્રણ એક વર્ષે પ્રતિકર્મ અને બીજા વર્ષે સ્વીકાર એમ બે બે વર્ષોમાં કરે. આમ કુલ નવ વર્ષોમાં પ્રારંભની સાત પ્રતિમા પૂરી થાય.
(શ્રતઃ સંપૂર્ણ દશ પૂર્વધરનું વચન અમોઘ હોય છે, અર્થાત્ એમની દેશનાથી કોઈ ને કોઈ ધર્મ પામે જ. આથી તે ધર્મદેશના વડે ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા હોવાથી તીર્થવૃદ્ધિ કરે છે. આથી સંપૂર્ણ દશપૂર્વધર પ્રતિમાદિકલ્પનો સ્વીકાર ન કરે. આથી અહીં ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વધર પ્રતિમા ધારણ કરવાને યોગ્ય છે એમ કહ્યું છે. તથા જઘન્યથી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વ સંબંધી આચાર નામની ત્રીજી વસ્તુથી ન્યૂન શ્રુતજ્ઞાન જેને હોય તે અતિશયરહિત જ્ઞાનવાળા હોવાથી કાલાદિને ન જાણી શકે. આથી તે પ્રતિમાદિકલ્પને ધારણ ન કરી શકે.
(૭) વ્યુત્કૃષ્ટ કાય:- રોગનો ઉપાય કરવો વગેરે કાયાની સેવાથી રહિત. (૮) ત્યક્તકાય:- કાયાના મમત્વભાવથી રહિત, (દશાશ્ર. અ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે
કે :
દેહથી હું ભિન્ન છું એમ દેહથી આત્માનો ભેદ જેણે જોયો છે તે દેહનો નાશ થાય તો પણ શરીરમાં થયેલા રોગાદિનો જરા પણ પ્રતીકાર કરતો નથી. (૧)