________________
૬૭૦
બાર ભિક્ષુપ્રતિમા (૯) ઉપસર્ગસહિષ્ણ - જિનકલ્પીની જેમ દેવકૃત વગેરે ઉપસર્ગોને સહન કરનાર, (૧૦) અભિગ્રહવાળી એષણા લેનાર - એષણાના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે :
અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉજિઝતધર્મા એમ સાત એષણાઓ છે. તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે. મૂળ ગાથામાં છંદનો ભંગ ન થાય એટલા માટે સંસૃષ્ટા પહેલાં કહી છે. (૭૩૯)” (પ્રવચનસારોદ્ધાર)
(૧) અસંસૃષ્ટા - ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. (૨) સંસૃષ્ટા - ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી.૧
(૩) ઉદ્ઘતાઃ ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને તે બીજા વાસણથી જ લેવો.
(૪) અલ્પલેપા - અહીં અલ્પ શબ્દ અભાવ અર્થમાં છે. લેપ રહિત પૌંઆ વગેરે લેવું.
(૫) અવગૃહીતા - ભોજન વખતે ખાવાની ઇચ્છાવાળાને થાળી આદિમાં આપેલું ભોજન તે થાળી આદિથી જ લેવું.
(૬) પ્રગૃહીતા - ભોજન વખતે ખાવાની ઇચ્છાવાળાને આપવા માટે પીરસનારે કે ખાનારે હાથ આદિથી લીધું હોય તે ભોજન લેવું.
(૭) ઉક્ઝિતધર્મા - જે આહાર સારો ન હોવાથી તજવા લાયક હોય અને બીજા મનુષ્યો વગેરે પણ ઇચ્છે નહિ તે આહાર લેવો. અથવા જેમાંથી અર્ધો ભાગ તજી દીધો હોય તે આહાર લેવો.
પ્રતિમાનો અભ્યાસ કરનાર આ સાતમાંથી પ્રારંભની બે એષણા ક્યારે પણ ન લે. બાકીની પાંચમાંથી પણ દરરોજ પાણીમાં એક અને આહારમાં એક એમ બે એષણાનો જ અભિગ્રહ હોય. અર્થાત્ પાંચમાંથી અમુક કોઈ એક એષણાથી આહાર લેવો અને અમુક કોઈ એક એષણાથી પાણી લેવું. બાકીની એષણાનો ત્યાગ. એમ દરરોજ અભિગ્રહ કરે.
(૧૧) અલેપ આહાર લેનાર :- લેપ રહિત = ચીકાશ રહિત વાલ, ચણા વગેરે લે.
૧. ગૃહસ્થના પહેલાંથી જ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લે તો તેને ધોવા વગેરેથી પશ્ચાત્કર્મ દોષ સાધુને ન લાગે. આથી અસંસૃષ્ટથી સંસ્કૃષ્ટ ભિક્ષા વિશેષ શુદ્ધ છે. એ પ્રમાણે ઉદ્ઘતા આદિમાં પણ પૂર્વ એષણાની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ યથાયોગ્ય સ્વયં સમજી લેવી.