________________
બાર ભાવના
૬૭૯ અનિત્યભાવના કહી. હવે અશરણભાવના કહે છે -
ગાથાર્થ - જે કારણથી ઈન્દ્ર, વાસુદેવાદિ સઘળાય જે મૃત્યુને વશ થાય છે, અહો ! તે કારણથી મૃત્યુનો ભય પેદા થાય ત્યારે જીવોને શરણરૂપ કોણ ? (૬૧)
ટીકાર્ચ - ઈન્દ્ર, વાસુદેવ, દેવતાઓ, મનુષ્યો વગેરેને મૃત્યુને આધીન થવું પડે છે. ચક્રવર્તીને છોડીને ઉપેન્દ્ર (વાસુદેવ)નું ગ્રહણ કર્યું છે તે લોકમાં મરણ વખતે વાસુદેવ (કૃષ્ણ)નું શરણું લેવાય છે તેનો ઉપહાસ (મજાક) કરવા માટે. આ કારણથી અંત સમયે જીવોને કોણ શરણભૂત થાય? અર્થાત્ ઇન્દ્ર સરખાને પણ મરણ સમયે કોઈ શરણભૂત થતું નથી. (૬૧)
હવે ત્રણ શ્લોકોથી સંસારભાવના કહે છે –
ગાથાર્થ - વેદવેત્તા, ચાંડાલ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કીડાના ભવને પામતો તે સંસારી આત્મા સંસારનાટકમાં નટની જેમ વિવિધ ચેષ્ટા કરે છે. (૬૫).
ટીકાર્ય - વિવિધ યોનિમાં રખડવું, તે રૂપ નાટક. સંસારીજીવ વિવિધ ચેષ્ટા કરીને નટની માફક નાટક કરે છે. વેદ-પારગામી બ્રાહ્મણ હોય તે ચામડાં ચૂંથનાર ચંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક અને બ્રહ્મા એ કૃમિરૂપે થાય છે. જેમ નાટકીયો જુદા જુદા વેષ ભજવે છે, તેમ વિચિત્ર કર્મ-ઉપાધિથી બ્રાહ્મણાદિકને કહેલી સ્થિતિ અનુભવવી પડે છે. પરમાર્થથી તેનું રૂપ તેવા પ્રકારનું નથી. (૬૫)
હવે બે શ્લોકવડે એકત્વ ભાવનાને કહે છે –
ગાથાર્થ - જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં એકઠા કરેલા કર્મોને એકલો જ અનુભવે છે – સહન કરે છે. (૬૮)
ટીકાર્ય - આ સંસારમાં કોઈની સહાય વગર આ જીવ એકલો જ જન્મે છે એટલે કે શરીરના સંબંધનો અનુભવ કરે છે. એકલો જ મૃત્યુ પામે છે એટલે કે શરીરથી જુદો થાય છે. પૂર્વે પોતે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પોતે એકલો જ ભોગવે છે. ભવાંતરમાં એમ કહ્યું, તે ઉપલક્ષણથી સમજવું. કારણ કે આ જન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં પણ ભોગવવા પડે છે. ભગવંતે કહેવું છે કે, “પરલોકમાં કરેલાં કર્મો આલોકમાં ભોગવાય છે, તથા આલોકમાં કરેલાં કર્મો પણ આલોકમાં ભોગવાય છે.” (૬૮)
હવે અન્યત્વભાવના કહે છે.
ગાથાર્થ - જેમાં અસમાનતાના યોગે આત્માથી દેહ ભિન્ન છે તે યુક્તિમાં ધન-બંધુમિત્રો આદિ પણ આત્માથી અન્ય છે, એમ કહેવામાં દુષ્ટતા નથી. (૭૦).