________________
બાર ભાવના
૬૮૧ પુદ્ગલોને આત્મપ્રદેશમાં પરિણમાવવા, તે વચનયોગ. કાયયોગ્ય પગલોને આત્મપ્રદેશમાં પરિણમાવવા તે કાયયોગ. તે ગમન વગેરે ક્રિયાઓનું કારણ છે. આ યોગો શાતાવેદનીય વેગેરે શુભકર્મને અને અશાતાવેદનીય વગેરે અશુભ કર્મને લાવે છે, તે કારણથી આશ્રવ કહેવાય છે. જેના વડે કર્મ આત્મામાં આવ્યા કરે, તે આશ્રવ કહેવાય. આ યોગો કરણરૂપ હોવા છતાં પણ અહીં કર્તારૂપે કહ્યા છે, કેમકે તેમની સ્વતંત્રરૂપે વિવક્ષા કરી છે. જેમકે તલવાર છેદે છે. (૭૪)
હવે સંવરભાવના કહે છે –
ગાથાર્થ સર્વ આશ્રવનો રોધ-અટકાવ કરવો, તેને સંવર કહ્યો છે, તે સંવર દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનો છે. (૭૯)
ટીકાર્ય - પૂર્વે જણાવેલા સર્વ આશ્રવોનાં દ્વારો બંધ કરવાં, તે સંવર કહેવાય છે. તે તો અયોગિ કેવલિઓને જ હોય. આ સર્વસંવરની વાત છે. એક, બે, ત્રણ આદિ આવ્યવોને રોકવા તે દેશસંવર કહેવાય છે. તે અયોગિકેવલિની પૂર્વેના ગુણસ્થાનકોમાં હોય છે. સર્વસંવર અને દેશસંવર બંને દ્રવ્ય અને ભાવ એવા બબ્બે પ્રકારવાળા છે. (૭૯)
બે પ્રકાર કહે છે –
ગાથાર્થ - ગ્રહણ કરાતાં કર્મયુગલોનો છેદ કરવો તેને દ્રવ્ય સંવર કહેવાય અને સંસારના કારણભૂત ક્રિયાઓનો ત્યાગ કરવો તેને ભાવસંવર હ્યો છે. (૮૦)
ટીકાર્ય - આશ્રયદ્વાર વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું કે આત્મામાં પ્રવેશ થવો, તે જેના વડે છેદાય, તે દ્રવ્યનો સંવર હોવાથી દ્રવ્યસંવર. ભાવસંવર તે કહેવાય કે, જે સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાઓનો ત્યાગ. (૮૦)
હવે નિર્જરાભાવના કહે છે -
ગાથાર્થ - સંસારના બીજભૂત કર્મોના નાશથી નિર્જરા કહી છે, તે બે પ્રકારની છે – સકામ નિર્જરા અને અકામ નિર્જરા. (૮૬)
ટીકાર્ય - ચાર ગતિમાં ભ્રમણ કરવા સ્વરૂપ સંસારના બીજભૂત કર્મોનું આત્મ-પ્રદેશોથી રસ અનુભવવાપૂર્વક ખરી પડવું – છૂટા પડવું, તે પ્રવચનમાં નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. “મારા કર્મની નિર્જરા થાવ એવી ઇચ્છાપૂર્વકની તે સકામ નિર્જરા છે, પરંતુ આ લોક કે પરલોકના ફળાદિની ઈચ્છાવાળી નિર્જરા સકામ નિર્જરા નથી. કારણ કે તેવી ઇચ્છા કરવાનો તો પ્રતિષેધ કરેલો છે. કહેવું છે કે – ““આ લોકના સુખની અભિલાષાથી તપ ન કરવો. પરલોકમાં ઈષ્ટ સુખો મેળવવા માટે તપ ન કરવો. કીર્તિ