________________
બાર ભાવના
૬૮૩
પ્રકારે પાકે છે, તેમાં કર્મોના પાકનો શો સંબંધ ? અહીં પાકવું, તે નિર્જરારૂપ છે. તેથી જેમ ફળપાક બે પ્રકારે થાય છે, તેમ કર્મનિર્જરા પણ બે પ્રકારે સમજવી. (૮૭)
હવે ધર્મ-સ્વાખ્યાતભાવના કહે છે
ગાથાર્થ - જિનોમાં ઉત્તમ એવા શ્રી અરિહંત ભગવંતોએ આ ધર્મ ખરેખર એવો કહ્યો છે કે, જેનું આલંબન કરનાર આત્મા ભવસાગરમાં ડૂબે નહિ. (૯૨)
ટીકાર્થ - ધર્મ કુતીર્થિક ધર્મની અપેક્ષાએ પ્રધાનતારૂપે, અવિધિના પ્રતિષેધની મર્યાદા વડે કહેવાયેલો છે. આ ધર્મ એટલે વિદ્વાનોના ચિત્તમાં વર્તતો એવો ધર્મ કોણે કહેલો છે ? અવધિજન આદિકથી પણ ચડિયાતા કેવલી-ભગવંતોએ કહેલો છે, જે ધર્મનું આલંબન લેનાર જીવ ભવસમુદ્રમાં ડૂબતો નથી. (૯૨)
હવે લોકભાવના કહે છે -
ગાથાર્થ - કેડ ઉપર રાખેલા હાથ અને વૈશાખ સ્થાનમાં રહેલા-પહોળા કરેલા પગવાળા મનુષ્યની આકૃતિવાળા તથા સ્થિતિ-ઉત્પત્તિ-વ્યયસ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ એવા જીવલોકને ચિંતવવો તેને લોકભાવના કહે છે. (૧૦૩)
ટીકાર્થ - કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને વૈશાખ-સંસ્થાનથી બે પગ પહોળાં કરેલા હોય એવા પ્રકારના આકારે ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા ચૌદ રાજલોકના આકાશક્ષેત્રનું સ્મરણ કરવું. લોકાકાશ ક્ષેત્ર કેવું છે ? ત્યારે જણાવે છે કે સ્થિતિ, ઉત્પાદ અને વ્યય સ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ છે. સ્થિતિ એટલે ધ્રુવતા, ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે વિનાશ. જગતની તમામ વસ્તુઓ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય-સ્વરૂપ છે. તત્ત્વાર્થ-સૂત્રમાં કહેલું છે કે, ‘ઉત્પત્તિ, નાશ અને સ્થિતિથી યુક્ત સત્ (વિદ્યમાનવસ્તુ) છે.’(તત્ત્વાર્થ ૫૨૯) આકાશાદિ પણ નિત્યાનિત્યપણાથી પ્રસિદ્ધ છે. તે દરેક ક્ષણે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પ્રદીપ વગેરે પણ ઉત્પત્તિ અને વિનાશના યોગવાળા બનીને રહે છે. પણ એકાંતસ્થિતિવાળું કે ઉત્પાદવિનાશવાળુ કંઈ પણ નથી. (અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં) એમ કહ્યું છે કે ઃ
‘દીવાથી લઈને આકાશ સુધી સર્વ વસ્તુ સરખા સ્વભાવવાળી છે. સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન ન કરે તેવી છે. તેમાંથી એક વસ્તુ નિત્ય જ છે અને બીજી વસ્તુ અનિત્ય જ છે એવા પ્રલાપો તમારી આજ્ઞાના દ્વેષીઓના છે. (૧૦૩)’
હવે બોદુિર્લભભાવનાને ત્રણ શ્લોકથી કહે છે -
ગાથાર્થ - વળી – પુણ્યના પ્રબળ ઉદયથી ધર્મશ્રદ્ધા, ધર્મકથક અને ધર્મશ્રવણની પ્રાપ્તિ