________________
૬૮૨
બાર ભાવના
પ્રશંસા, વર્ણ, શબ્દ, વખાણ માટે તપ ન કરવો. નિર્જરાના લાભ સિવાય બીજા માટે તપ ન કરવો.” (દશ. વૈ. ૯/૪). આ એક સકામ નામની નિર્જરા. બીજી પૂર્વે જણાવેલી અભિલાષા વગરની અકામનિર્જરા. જેમાં ‘મારાં પાપકર્મોનો નાશ થાય’ તેવી અભિલાષા ન હોય તે અકામ નિર્જરા. અહીં મૂળ-શ્લોકમાં વકાર ન કહેવા છતાં પણ સમુચ્ચય સમજાઈ જાય છે. તેથી શ્વકાર કહ્યો નથી. જેમકે ‘દરરોજ ગાય, ઘોડા, પુરુષ અને પશુને લઈ જનારો યમરાજ તૃપ્ત થતો નથી, જેમ દારૂડિયો દારૂથી તૃપ્ત થતો નથી તેમ.’ આ શ્લોકમાં સમુચ્ચય સમજાઈ જતો હોવાથી વકાર કહ્યો નથી. (૮૬)
બંને નિર્જરાની વ્યાખ્યા કરે છે ઃ
ગાથાર્થ - સાધુઓને સકામ નિર્જરા અને બીજા જીવોને અકામ નિર્જરા થાય છે. ફળની જેમ કર્મોનો પરિપાક ઉપાયથી અને સ્વાભાવિક એમ બે રીતે થાય છે. (૮૭)
ટીકાર્થ - ‘મને નિર્જરા થાવ' એવી અભિલાષાપૂર્વક યતિઓ કર્મક્ષય કરવા માટે જે તપનું સેવન કરે છે, એમને બીજી કોઈ પણ આ લોક કે પરલોકના સંસારના સુખની અભિલાષા હોતી નથી, તે સકામ નિર્જરા. યતિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને કર્મક્ષય-ફળથી નિરપેક્ષ નિર્જરા, તે અકામ નિર્જરા. તે આ પ્રમાણે-પૃથ્વીકાયથી માંડી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવો ઠંડી, ગરમી, વરસાદ, જળ, અગ્નિ, શસ્ર આદિના ઘા, છેદ-ભેદ વગેરેથી આશાતાવેદનીય કર્મનો અનુભવ કરી નિરસ કર્મ પોતાના આત્મપ્રદેશથી છૂટું પાડે છે. વિકલેન્દ્રિય જીવો ક્ષુધા, તૃષ્ણા, ઠંડી, ગરમી આદિ વડે, પંચેન્દ્રિય તિર્યંચો છેદન, ભેદન, દાહ, શસ્ત્રો વગેરેથી, નારકીઓ ત્રણ પ્રકારની વેદના અનુભવીને, મનુષ્યો ભૂખ-તરસ, વ્યાધિ, દરિદ્રતા આદિ દુ:ખો વડે, દેવતાઓ બીજાના હુકમ કિલ્બિષપણું વગેરે વડે અશાતા-વેદનીય કર્મ અનુભવી પોતાના આત્મપ્રદેશથી વિખૂટા કરી નાખે છે. આ પ્રમાણે વગ૨ ઇચ્છાએ આવી પડેલાં દુઃખો પરાધીનપણે ભોગવી લે અને આત્મ-પ્રદેશથી કર્મ છૂટાં પડી જાય, તે અકામ નિર્જરા કહેવાય.
પ્રશ્ન કર્યો કે, સકામ અને અકામ નિર્જરાનું બે પ્રકારનું સ્વરૂપ ક્યાંય દેખ્યું છે ? આ પ્રમાણેના પ્રશ્નનો સ્પષ્ટ દાખલો (દૃષ્ટાંત) કહે છે :
અશાતાવેદનીય કર્મો ફળોની માફક પોતાની મેળે કે ઉપાયથી પકાવાય છે. જેમ વાયરા વગરના સ્થાનમાં-બાફમાં પલાલ-ઘાસ ઢાંકીને કેરી આદિ ફળ પકાવવામાં આવે છે, અગર કાળ થાય ત્યારે આપોઆપ કેરી ઝાડ પર પાકી જાય છે. જેમ ફળોનું પાકવું આપોઆપ અને ઉપાયથી બે પ્રકારે થાય છે તેમ કર્મની તપશ્ચર્યાદિક ઉપાયોથી વહેલાં પણ નિર્જરા કરી શકાય છે. તેથી નિર્જરાના સકામ અને અકામ એવા બે પ્રકાર કહ્યા. શંકા કરી કે, ફળ બે