________________
૬૮૪
બાર ભાવના થવા છતાં જિનકથિત તત્ત્વોના નિશ્ચયરૂપ બોધિરત્નનો યોગ બહુ દુર્લભ છે. (૧૦૯)
ટીકાર્થ - કર્મની લઘુતાથી અને પુણ્યના એટલે શુભકર્મના ઉદયથી ધર્માભિલાષ રૂપ શ્રદ્ધા, ધર્મોપદેશ કરનાર ગુરુ, તેના વચનનું શ્રવણ કરવાપણું પ્રાપ્ત કરવા છતાં પણ તત્ત્વનાં નિશ્ચયસ્વરૂપ અથવા તત્ત્વરૂપ, દેવ-ગુરુ અને ધર્મનો દઢ અનુરાગ, તે રૂપ બોધિસમ્યકત્વરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. સ્થાવરપણાથી ત્રસપણું આદિ દુર્લભ, તેથી બોધિરત્ન દુર્લભ છે. “સુ” શબ્દ એટલા માટે કહેલો છે કે – મિથ્યાષ્ટિઓ પણ ત્રસપણું આદિથી શ્રવણ-ભૂમિકા સુધી અનંતી વખત પહોંચે છે, પણ બોધિરત્ન પ્રાપ્ત કરી શકતા નથી. મોક્ષવૃક્ષના બીજભૂત હોય, તો આ સમ્યક્ત્વ છે. (૧૦૯)'
(સટીક યોગશાસ્ત્રના આ. શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ હંમેશા આ બાર ભાવનાઓ ભાવે છે. તેથી તે બધે મમત્વ વિનાના થાય છે.
આમ છત્રીસ ગુણોરૂપી પુષ્પોના બગીચા સમાન ગુરુ જીવોની મિથ્યાત્વની દુર્ગધને દૂર કરો. (૧૭)
આમ સોળમી છત્રીસી સમાપ્ત થઈ.
__सव्वट्ठसिद्धिवासी, देवा निवडंति आउए जिण्णे। तेत्तीससागराऊ, का गणणा इयरजीवेसु ॥
તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધવાસી દેવો આયુષ્ય પૂર્ણ થવા પર વે છે તો બીજા જીવોની શું વાત કરવી? अन्नाणं खलु कटुं, अन्नाणाओ न किंचि कट्टयरं । भवसायरं अपारं, जेणावरिआ भमंति जिआ ॥
ખરેખર અજ્ઞાન એ કષ્ટ છે, અજ્ઞાનથી વધુ કષ્ટરૂપ કંઈ નથી, જે અજ્ઞાનથી આવરાયેલા જીવો અપાર એવા સંસાર સાગરમાં ભમે છે.