________________
બાર ભિક્ષુપ્રતિમા
૬૮
મહીના સુધી ઉપવાસ કરે, પણ અનેષણીય આહાર ન લે. (૨)’
(૨) સત્ત્વથી - સત્ત્વતુલના પાંચ કાયોત્સર્ગથી થાય છે. તે આ પ્રમાણે :
‘બાકીના સાધુઓ સૂઈ જાય ત્યારે ભય ઉપર વિજય મેળવવા માટે પહેલી પ્રતિમા (=કાઉસ્સગ્ગ) ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શ્મશાનમાં કરે. (૧૩૯૫) આ પ્રતિમાઓમાં તે મુનિ પૂર્વે જેટલી નિદ્રા હતી તેમાંથી થોડી થોડી નિદ્રા સમાધિ રહે તેમ જીતે = ઓછી કરે. તથા ઉંદરસ્પર્શ આદિમાં સહસા થયેલા પૂર્વે નહિ જીતેલા ભયને જીતે.’ (૧૩૯૬) (પંચવસ્તુક)
(૩) સૂત્રથી :- સૂત્રોને અતિશય પરિચિત (=રૂઢ) કરવા તે સૂત્રતુલના છે. કહ્યું છે કે ઃ
‘પ્રતિમાકલ્પને સ્વીકારવાની ભાવનાવાળા તે ભગવંત કાલનું પરિમાણ જાણવા માટે બાહ્યથી વ્યાકુલતા રહિત અને અંદરથી એકાગ્રચિત્તે સૂત્રનો દઢ અભ્યાસ કરે. અર્થાત્ સૂત્રનો એવો દૃઢ અભ્યાસ કરે કે જેથી સૂત્રના પાઠથી આટલો પાઠ કર્યો માટે આટલો કાળ થયો એમ સમય જાણી શકે. સૂત્રપાઠથી મુહૂર્ત વગેરે સ્થૂલ જ કાળ જાણી શકે એમ નહિ, કિંતુ ઉચ્છ્વાસ વગેરે સૂક્ષ્મ કાળ પણ જાણી શકે. (૧૩૯૮) વાદળા વગેરે હોય ત્યારે પણ અમુક ક્રિયા શરૂ કરવાનો સમય થઈ ગયો છે, અમુક ક્રિયા પૂરી કરવાનો (બંધ કરવાનો) સમય થઈ ગયો છે એમ ક્રિયાના પ્રારંભ અને સમાપ્તિ એ બે કાળને, દેવ વગેરે રાત હોય તો દિવસ બતાવે ઇત્યાદિ દેવકૃત વગેરે ઉપસર્ગમાં સત્ય જે કાળ હોય તે કાળને, પ્રતિલેખના અને પ્રતિક્રમણ વગેરેના કાળને, ભિક્ષા અને વિહારના કાળને, છાયા વિના પણ સૂત્રપાઠથી જાણી શકે. (૧૪૦૧)’ (પંચવસ્તુક)
(૪) એકત્વથી :- એકત્વતુલના આ પ્રમાણે છે :
‘તે પરમાર્થને હૃદયમાં ધારણ કરીને મમત્વભાવથી રહિત બનીને ગુરુ આદિ વિશે તેમની સામે દૃષ્ટિ કરવી, તેમની સાથે બોલવું વગેરેનો ત્યાગ કરીને એકત્વ ભાવનાનો અભ્યાસ કરે. (૧૪૦૨) આત્મા એકલો જ છે. સંયોગથી થયેલ શરીર વગેરે બધી વસ્તુઓ પ્રાયઃ આત્માના દુઃખનું કારણ છે. મધ્યસ્થ ભાવવાળો આત્મા હિતકર છે. (૧૪૦૩)’ (પંચવસ્તુક)
(૫) બલથી : બલથી તુલના શારીરિક અને માનસિક એમ બે પ્રકારે છે. કાયોત્સર્ગ કરવાનું સામર્થ્ય એ શારીરિક બલ અને ધૃતિ એ માનસિક બળ છે. કહ્યું છે કે -
‘આ પ્રમાણે એકત્વભાવથી યુક્ત બનેલા તે મહાત્મા કાયોત્સર્ગરૂપ શારીરિક અને