________________
સોળમી છત્રીસી હવે સોળમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ-બાર ભેટવાળા તપમાં, સાધુની બાર પ્રતિમાઓમાં અને બાર ભાવનાઓમાં હંમેશા ઉદ્યમ કરનાર - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૨)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઇચ્છાનો નિરોધ કરવો તે તપ, તપ બાર પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ અનશન, ૨ ઊનોદરતા, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયક્લેશ અને ૬ સંલીનતા. એ બાહ્ય તપ છે. ૭ પ્રાયશ્ચિત્ત, ૮ વિનય, ૯ વૈયાવચ્ચ, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન અને ૧૨ કાઉસ્સગ્ન એ અત્યંતર તપ છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં આ બાર પ્રકારનો તપ કહ્યો છે. બાર પ્રકારના તપનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં વિસ્તારથી બતાવ્યું છે. એટલે તે ત્યાંથી જાણી લેવું, અહીં તેની માટે પ્રયત્ન કરાતો નથી.
ગુરુ બાર પ્રકારના તપમાં હંમેશા ઉદ્યમવાળા હોય છે.
આગમમાં કહેલ વિધિ પ્રમાણે ભિક્ષા લેવાના સ્વભાવવાળો હોય તે ભિક્ષુ, એટલે કે સાધુ. પ્રતિમા એટલે વિશેષ પ્રકારના અભિગ્રહ. સાધુની પ્રતિમા તે ભિક્ષુપ્રતિમા. તે બાર પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ એક માસની પ્રતિમા, ૨ બે માસની પ્રતિમા, ૩ ત્રણ માસની પ્રતિમા, ૪ ચાર માસની પ્રતિમા, ૫ પાંચ માસની પ્રતિમા, ૬ છ માસની પ્રતિમા, ૭ સાત માસની પ્રતિમા, ૮ પહેલી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૯ બીજી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૧૦ ત્રીજી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૧૧ અહોરાત્રની પ્રતિમા અને ૧૨ એક રાત્રીની પ્રતિમા. પંચાશકપ્રકરણના અઢારમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
એક માસથી આરંભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે :- માસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચતુર્નાસિક, પંચમાસિકી, પ્રમાસિકી અને સપ્તમાસિકી. ત્યારબાદ પહેલી, બીજી અને ત્રીજી