________________
બાર ભિક્ષુપ્રતિમા (=પહેલેથી ગણવામાં આવે તો આઠમી, નવમી અને દશમી) એ ત્રણ પ્રતિમા સાત રાતદિવસની છે. અગિયારમી અને બારમી અનુક્રમે અહોરાત્રિી અને રાત્રિની છે. આમ કુલ બાર સાધુપ્રતિમાઓ છે. (૩)
પ્રતિમા ધારણ કરવાને લાયક સાધુનું સ્વરૂપ :
૧ સંઘયણયુક્ત, ૨ ધૃતિયુક્ત, ૩ સાત્ત્વિક, ૪ ભાવિતાત્મા, ૫ ઘડાયેલ, ૬ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વો અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણનાર, ૭ વ્યસૃષ્ટકાય, ૮ ત્યક્તકાય, ૯ જિનકલ્પીની જેમ ઉપસર્ગસહિષ્ણુ, ૧૦ અભિગ્રહવાળી એષણા લેનાર, ૧૧ અલેપ આહાર લેનાર, અને ૧૨ અભિગ્રહવાળી ઉપધિ લેનાર સાધુ આ પ્રતિમાઓનો સ્વીકાર કરે છે.
(૧) સંઘયણયુક્ત :- પ્રથમના ત્રણ સંઘયણોમાંથી કોઈ એક સંઘયણવાળો. આવા મજબૂત સંઘયણવાળો પરીષહ સહન કરવામાં અત્યંત સમર્થ બને છે.
(૨) ધૃતિયુક્ત - ધૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા. ધૃતિયુક્ત જીવ રતિ-અરતિથી પીડાતો નથી.
(૩) સાત્વિક:- સાત્ત્વિક જીવ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં હર્ષ-વિષાદ ન પામે.
(૪) ભાવિતાત્મા :- ગુરુની કે જો ગુરુએ પ્રતિમાનો સ્વીકાર કર્યો હોય તો) તે વખતે સ્થાપિત આચાર્યની અથવા ગચ્છની આગમાનુસાર અનુજ્ઞા મેળવીને જેણે ચિત્તને સદ્ભાવનાથી ભાવિત બનાવ્યું હોય તે અથવા જેણે (પ્રતિમાના સ્વીકાર પહેલા) પ્રતિમાનો અભ્યાસ કર્યો હોય તે.
પ્રતિમાનો અભ્યાસ પાંચ તુલનાઓથી થાય છે. તે આ પ્રમાણે :
પ્રતિમાનો સ્વીકાર કરનારની તપથી, સત્ત્વથી, સૂત્રથી, એકત્વથી અને બલથી એમ પાંચ તુલના છે. (તુલના એટલે પ્રતિમા સ્વીકારવાની યોગ્યતા આવી છે કે નહિ તેની પરીક્ષા કે ચકાસણી, અથવા યોગ્યતા કેળવવાનો ઉપાય.)
(૧) તપથી:- ઉપવાસ વગેરે તપ કરે. કહ્યું છે કે -
ધીર પુરુષો પણ સુધા ઉપર વિજય મેળવવા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ અને છ ઉપવાસથી આત્માની તુલના કરે છે. (૧) પોરિસી વગેરે (ક્રમશઃ ચઢિયાતો) એક એક તપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી કરાતા તપથી વિહિત અનુષ્ઠાનોની હાનિ ન થાય. તથા દેવ વગેરે આહાર અનેષણય કરી નાખવો ઇત્યાદિ ઉપસર્ગ છ મહિના સુધી કરે તો પણ છે