________________
બાર ભિક્ષુપ્રતિમા
૬૭૫
નહિ. મારવા માટે આવી રહેલ અશ્વ વગેરે દુષ્ટ પ્રાણી સાધુ ખસી જાય તો પણ વનસ્પતિ વગેરેની વિરાધના કરે, એથી પ્રતિમાધારી સાધુ ખસે નહિ. અદુષ્ટ પ્રાણી સાધુ ખસી જાય તો માર્ગથી જ જાય. આથી વનસ્પતિ આદિની વિરાધના ન થવાથી અદુષ્ટ પ્રાણી આવે તો પ્રતિમાધા૨ી ખસી જાય.
(૨૧) છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં ન જાય.
આવા અભિગ્રહોનું પાલન કરતા તે મહાત્મા માસ પૂર્ણ થાય ત્યાં સુધી એક ગામથી બીજા ગામ ફરતા રહે છે. (૧૨)
માસ પૂર્ણ થયા પછીનો વિધિ :
:
માસકલ્પ પૂર્ણ થયા પછી ઠાઠ-માઠથી ગચ્છમાં પ્રવેશ કરે. તેનો વિધિ આ પ્રમાણે છે ઃજે ગામમાં ગચ્છ હોય તેના નજીકના ગામમાં તે આવે. આચાર્ય તેની પ્રવૃત્તિની (=આગમનની) તપાસ કરે. અર્થાત્ મહિનો પૂર્ણ થયો હોવાથી પ્રતિમાધારી સાધુ નજીકના ગામમાં આવ્યા છે કે નહિ તેની તપાસ કરાવે. પછી પ્રતિમારૂપ મહાન તપ પૂર્ણ કરીને સાધુ અહીં આવ્યા છે એમ રાજા વગેરેને જણાવે. પછી રાજા વગેરે લોક કે (રાજા વગેરે ન હોય તો) શ્રમણસંઘ તેની પ્રશંસા કરવા પૂર્વક તેને ગચ્છમાં પ્રવેશ કરાવે.
પ્રશ્ન :- રાગ-દ્વેષથી પર એવા સાધુને આ રીતે ઠાઠ-માઠથી પ્રવેશ કરાવવાનું શું કારણ ?
ઉત્તર ઃ- આમાં તેના તપનું બહુમાન, બીજાઓની શ્રદ્ધાવૃદ્ધિ અને શાસનપ્રભાવના એમ ત્રણ કારણો છે.
દ્વિમાસિકી, ત્રિમાસિકી, યાવત્ સપ્તમાસિકી સુધી આ જ વિધિ છે. પણ ક્રમશઃ એક એક ત્તિની વૃદ્ધિ થાય છે. બીજી પ્રતિમામાં બે, ત્રીજી પ્રતિમામાં ત્રણ, યાવત્ સાતમી પ્રતિમામાં સાત દત્તિ છે. (૧૩)
આઠમી પ્રતિમાનું સ્વરૂપ ઃ
ત્યારબાદ પહેલી૧ સપ્તરાત્રિદિના રૂપ આઠમી પ્રતિમા ધારણ કરે. તેમાં પૂર્વોક્ત સાત પ્રતિમાઓથી નીચે મુજબ વિશેષતા છે ઃ
(૧) એકાંતરે ચોવિહાર ઉપવાસ કરે.
૧. સાત રાત-દિવસ પ્રમાણવાળી ત્રણ પ્રતિમાઓનો અલગ જુથ ગણીને એ ત્રણની અપેક્ષાએ આ પહેલી છે અને પહેલેથી આઠમી છે.