________________
બાર ભિક્ષુપ્રતિમા
૬૭૩ (૧૦) દિવસના આદિ, મધ્ય કે અંતકાળે ભિક્ષા માટે ફરે.
(૧૧) છ ગોચરભૂમિથી ગોચરી લે. જેમ ગાય ઊંચ-નીચ ઘાસને ચરતી ફરે છે, તેમ સાધુ ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષા માટે ફરે તે ગોચર. છ ગોચરભૂમિ આ પ્રમાણે છે – પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, શબૂકવૃત્તા અને ગતાપ્રત્યાગતા.
(૧) પેટા:- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરોના વિભાગ કરીને તેની વચ્ચેનાં ઘરો છોડી ચાર દિશામાં કલ્પેલી ચાર લાઈનોમાં જ ગોચરી જવું.
(૨) અર્ધપેટા -પેટાની જેમ ચાર શ્રેણિની કલ્પના કરી બે દિશાની બે શ્રેણિમાં જવું.
(૩) ગોમૂત્રિકા-ચાલતો બળદ મૂતરે ત્યારે મૂતરની જમીનમાં જેવી આકૃતિ થાય તેવી આકૃતિ પ્રમાણે ગોચરી જવું. અર્થાત્ સામસામી રહેલી ઘરોની શ્રેણિઓમાં પહેલાં ડાબી શ્રેણિના પહેલા ઘરમાં, પછી જમણી શ્રેણીના પહેલા ઘરમાં, પછી ડાબી શ્રેણિના બીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના બીજા ઘરમાં, પછી ડાબી શ્રેણિના ત્રીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે સામસામેની બંને શ્રેણિઓના ઘરોમાં જવું.
(૪) પતંગવીથિકા - પતંગિયાની જેમ અનિયત ક્રમથી ગમે તેમ ગોચરી માટે ફરવું.
(૫) શંબૂકવૃત્તા:- શંખની જેમ ગોળાકારે ગોચરી માટે ફરવું. આના જમણી તરફથી શરૂઆત કરીને ફરવું અને ડાબી તરફથી શરૂઆત કરીને ફરવું એમ બે ભેદ છે.
(૬) ગ–ાપ્રત્યાગતા :- ઘરોની એક લાઈનમાં જઈને તેની સામેની બીજી લાઈનથી ઉપાશ્રય તરફ પાછા આવવું. અર્થાતુ ઉપાશ્રયની એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં તે શ્રેણિ પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં ઉપાશ્રય તરફ પાછા આવવું.
(અહીં તથા દશાશ્રુતસ્કંધમાં છ ગોચરભૂમિથી ભિક્ષા લે એમ કહ્યું છે. પણ આવશ્યકચૂર્ણિમાં આઠ ગોચર ભૂમિથી ભિક્ષા લે એમ જણાવ્યું છે. પંચવસ્તક (ગા. ૩૦૦) અને મ.સા. (ગા. ૭૪૫) વગેરેમાં ઋગ્વી, ગ–ા-પ્રત્યાગતા, ગોમૂત્રિકા, પતંગવીથિકા,
૧. પંચવસ્તક ગ્રંથમાં ૩૦૧ મી ગાથામાં ગતિવિસાળે એ પદમાં આદિ, મધ્ય અને અંતનો અનુક્રમે ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અને ભિક્ષાકાળ વીતી ગયા પછી એમ અર્થ કર્યો છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં અન્ય ભિક્ષાચરો વગેરેને અપ્રીતિ ન થાય એટલા માટે જો ભિક્ષાચરો ભિક્ષાકાળ પહેલાં ફરતા હોય તો ભિક્ષાકાળ વખતે ગોચરી માટે ફરે, જો ભિક્ષાચરો ભિક્ષાકાળ વખતે ફરતા હોય તો ભિક્ષાકાળ પહેલાં કે ભિક્ષાચરો ભિક્ષા લઈ જાય પછી ભિક્ષા માટે ફરે ઇત્યાદિ જણાવ્યું છે.